બિટકોઈનમાં મંદીના આંચકા પચાવી બજારમાં 3000 ડોલરનો ઉછાળો

HM News
2 Min Read

– અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટી બે લાખની અંદર ઉતર્યા
– ફુગાવો વધતા હવે વૈશ્વિક સ્તરે વ્યાજ વૃદ્ધિ વહેલી થવાની શક્યતા

મુંબઈ : ક્રિપ્ટો કરન્સી બજારમાં આજે આંચકા પચાવી ભાવ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. બિટકોઈનના ભાવ નીચામાં 55909 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 58875 થઈ 58599થી 58600 ડોલર રહ્યા હતા.બિટકોઈનમાં આજે 1.21 અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ 1110 અબજ ડોલરના મથાળે પહોંચ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી 16 મહિનાની ટોચે પહોંચ્યા પછી ફરી નીચે ઉતર્યાના નિર્દેશો હતા.

અમેરિકામાં હવે વ્યાજ દરમાં વૃદ્ધી વહેલી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.દરમિયાન મિડકેપ ક્રિપ્ટોમાં આજે ઈથેરના ભાવ નીચામાં 4170 ડોલર થઈ ઉંચામાં ભાવ 4478 થઈ 4465થી 4465 ડોલર રહ્યા હતા.ઈથેરમાં આજે 866થી 867 મિલીયન ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા ભાવ વધતાં માર્કેટ કેપ વધી 524થી 525 અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા હતા.

અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ઝડપથી ઘટયાના સમાચાર હતા અને તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધી 16 મહિનાની ટોચેપહોંચ્યો હતો.ત્યાં બેરોજગારીના દાવાઓ 2 લાખ 70 હજારથી ઝડપી ઘટી 1 લાખ 99 હજાર આવ્યાના સમાચાર હતા.આવા દાવાઓ ઘટતાં ત્યાં જોબ માર્કેટ મજબુત બન્યાના અને તેના પગલે ત્યાં ફુગાવો વધવાની તથા વ્યાજના દરમાં વહેલી વૃદ્ધી થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

આ ઉપરાંત ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા કરાતા બોન્ડ બાઈંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.અમેરિકાના ફેડરલ રિઝર્વની છેલ્લી મિટિંગની બહાર પડેલી મિનીટસમાં પણ આ દિશામાં સંકેતો મળ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ક્રૂડના ઉત્પાદક દેશોની મિટિંગ આવતા સપ્તાહમાં મળશે ત્યારે આ દેશો ઉત્પાદન વૃદ્ધી વિશે કેવો વ્યુહ બતાવે છે,તેના પર હવે પછીની ફુગાવાની વૃદ્ધીનો આધાર રહ્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *