આ લખાય છે ત્યારે ૧૧:૪૫ વાગ્યે અમેરિકાના પ્રમખુ પદની ચૂંટણીમાં જો બિડનને ૨૨૩ મત અને ડોનાલ્ડ ટ્રમ્પને ૨૧૧ મત મળ્યા છે.કોઈપણ ઉમેદવારે જીતવા માટે ૨૭૦ મત મેળવવા જરૃરી છે.અમેરીકન પ્રમુખપદની ચૂંટણી માટેના ૫૩૮ મતોમાંથી ૪૩૪ની ગણતરી પૂરી થઈ છે.હવે ૧૦૪ મત ગણવાના બાકી રહેલ છે. જેમાંથી બિડેનને ચૂંટણી જીતવા માટે ૪૭ મત જયારે ટ્રમ્પને ચૂંટણી જીતવા માટે ૫૯ મતની જરૃર છે અચાનક જ અમેરીકી પ્રમુખની ચૂંટણી જબરદસ્ત રસપ્રદ બની ગઈ છે. દરમિયાન પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમે મોટો વિજય મેળવવા જઈ રહ્યા છીએ પરંતુ અમારા હરીફો ચૂંટણીના પરિણામો છીનવી લેવા માગે છે અમે તેવું થવા દઈશું નહિં, મતદાન પૂર્ણ થયા પછી મત આપી શકાય નહિં, ટ્રમ્પે કહ્યું હતુ કે થોડી જ વારમાં હું નિવેદન આપુ છું