ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન વિવિધ સેન્ટરો ઉપર હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે ઉમેદવારોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે એસ.ટી તંત્ર દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રવિવારે પરીક્ષા પૂર્ણ થયાબાદ ઉત્તર ગુજરાતના વિવિધ રૃટ ઉપર ૨૦ બસ દોડાવાઈ હતી.બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરો ઉપર રવિવારે યોજાઇ હતી.ત્યારે પરીક્ષામાં બેસનાર ઉમેદવારો અલગ-અલગ જિલ્લાઓમાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં આવેલા સેન્ટર ઉપર પહોંચવા માટે સરળતા રહે તે માટે ડેપો તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.ધીનગર એસટી ડેપો ડેપો દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ રૃટ ઉપર ૨૦ બસ દોડાવવામાં આવી હતી શનિવારે બપોર બાદ આ બસો નું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું બીજી તરફ રવિવારે પરીક્ષા પૂર્ણ થયાબાદ ઉમેદવારોને પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગર તરફ ની બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી.દર વખતે પરીક્ષાના દિવસોમાં ઉમેદવારોને અવર જવર કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે આ વખતે ડેપો તંત્ર દ્વારા અગાઉથી પ્લાન બનાવીને વધારાની બસો બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરાયો હતો.શનિવારે અને રવિવારે બંને દિવસે ઉમેદવારો માટે વધારાની બસો ગાંધીનગરથી ઉત્તર ગુજરાતના વિવિધ રૃટ ઉપર અવરજવર કરી હતી