વલસાડ,10 જુલાઈ : વાપી ચલા સ્થિત પ્રમુખ ગ્રીનમાં રહેતા મહેશ ભાનુશાલી બિલ્ડીંગ કંસ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયા હતા.સોમવારે તેમની પત્ની ઇવિનિંગ વોક પર ગઇ હતી.પરત ઘરે આવતા મહેશ ઘરના બેડરૂમમાં લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.પોલીસ પૂછપરછમાં પરિજનોએ આપઘાત પાછળનું કારણ હજી બતાવ્યું નથી.પણ બિલ્ડર મહેશે વ્યાજે રૂપિયા લઇ ભરી ન શકતા તેમજ વાપીના છરવાડા સ્થિત તેમની બિલ્ડીંગ વિવાદમાં હોવાથી આપઘાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.વાપી ટાઉન પોલીસ શુક્રવારે પરિજનોની પૂછપરછ હાથ ધરશે.નિવેદનમાં આપઘાત પાછળનું સાચુ કારણ બહાર આવી શકે તેમ છે.