By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં
AhmedabadGeneral

બિહારથી ગુજરાતમાં બાળમજૂરો લાવવામાં આવતા, CID ક્રાઇમે ઓપરેશન પાર પાડી 32 બાળકોને છોડાવ્યાં

HM News
Last updated: 18/09/2020 9:12 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાના કપરા કાળમાં પણ બાળઅધિકારોનું હનન કરીને ચાઈલ્ડ ટ્રાફિકિંગ કરાઈ રહ્યું છે.બિહારથી ગુજરાતમાં મોટે પાયે બાળકોને બાળમજૂરી માટે લાવવામાં આવતાં હોવાની માહિતી મળતાં ગુજરાતની CID ક્રાઈમે વિવિધ NGO સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું છે.બિહારથી ટ્રેનમાં લાવવામાં આવેલાં 32 બાળકોને છોડાવવામાં આવ્યાં છે.CID ક્રાઈમે હ્યુમન ટ્રાફિકિંગનો વિવિધ NGO સાથે મળીને પર્દાફાશ કર્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશને ઓપરેશન પાર પડાયું

લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે,જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું.સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે,જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બાળકો મળી આવ્યાં.

આર્થિક તંગીને કારણે દલાલો મારફત બાળકો મોકલાતાં હોવાનું તારણ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બિહારથી આવેલી નિઝામાબાદ એક્સપ્રેસમાંથી 15થી 17 વર્ષનાં બિહારનાં 32 બાળકો મળી આવ્યાં હતાં.આર્થિક તંગીને કારણે પરિવારના સભ્યો બાળકોને દલાલ મારફત મોકલી રહ્યાં છે અને આ દેશવ્યાપી નેટવર્ક હોવાનું પ્રાથમિક તારણ છે.બાળકોને હાલ કાલુપુર પોલીસ સ્ટેશને લઈ જવાયાં છે.આ ઘટનામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

2019માં 29 ડિસેમ્બરે ગુજરાતમાં સૌથી મોટા દરોડા પડાયા હતા

9 મહિના પહેલાં 2019ના ડિસેમ્બરના અંતમાં રાજસ્થાન પોલીસે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા એક NGOના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતાં 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં.

ઉ.પ્ર.માં લોકડાઉનના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે
સુરતમાં ડમ્પર ચાલકે મહિલા પોલીસકર્મીને અડફેટે લેતા મોત
‘No Muslim Staffs’: ચેન્નાઈમાં બેકરી માલિકની જાહેરાત મામલે ધરપકડ
પતિ મેચિંગ સાડી, લિપસ્ટિક, બંગડી નથી અપાવતો !
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ, રાજ્યના 21 મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં
Next Article ભારત પર ગંભીર સાયબર એટેક, PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના 100 કમ્પ્યૂટર હેક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up