પટણા,તા.૨૬
રાજદના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર સાથે વીસ મિનિટની બેઠક યોજતાં બિહારના રાજકારણમાં અફવાનું બજાર તેજ બની ગયુંહતું.
તાજેતરમાં નીતિશ કુમારે ચૂંટણી વ્યૂહના ચાણક્ય ગણાતા પ્રશાંત ભૂષણની કરેલી હકાલપટ્ટી પછી આ પહેલો મોટો રાજકીય બનાવ હતો. એમ તો વરસો પહેલાં લાલુ યાદવ અને નીતિશ કુમાર પણ સાથે હતા. પછી છૂટા પડયા. છેલ્લાં ત્રણેક વરસથી રાજદનો કોઇ નેતા નીતિશ કુમારને મળ્યો નહોતો. મંગળવારે તેજસ્વી યાદવે નીતિશ સાથે માત્ર વીસ મિનિટની બેઠક કરી એમાં તો બિહારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
આ બેઠકમાં જો કે રાજદના પીઢ નેતા અબ્દુલ બારી સિદ્દીકી અને કોંગ્રેસના ધારાસભ્ય નારાયણસિંઘ પણ હતા. જાણકાર સૂત્રેાએ એવો દાવો કર્યો હતો કે આ બેઠકમાં નીતિશ કુમાર પાસે એવી ખાતરી માગવામાં આવી હતી કે બિહારમાં સીએએ અને એનઆરસીનો અમલ કરવામાં નહીં આવે.
નીતિશ કુમાર ઓછી માયા નથી. પોતે ભાજપ સાથે રહ્યા હોવાથી મુસ્લિમ મતદારો અળગા થઇ રહ્યા હોવાનું લાગતાં એમણે રાજદ દ્વારા એનઆરસી અંગે રજૂ થયેલા પ્રસ્તાવને તરત સ્વીકારી લીધો હતો અને મુસ્લિમોના મનમાં એવી લાગણી જગાડી હતી કે નીતિશ કુમાર ભાજપની સાથે હોવા છતાં મુસ્લિમોનાં હિતનું રક્ષણ કરવા તત્પર છે.
બિહારના રાજકારણ ગરમાયું : નીતિશ-તેજસ્વી વચ્ચે બંધ બારણે બેઠક

Leave a Comment