બિહારમાં ભાજપ માટે માથાનો દુખાવો ઉભો થયો છે.અહીં તેમની જ પાર્ટીના બળવાખોર નેતાઓ ભાજપ હાઈકમાન્ડનું ગાંઠવા તૈયાર નથી.જેના કારણે ભાજપ હવે આકરા પાણીએ થયુ છે.જે જે નેતાઓએ પોતાની મેળે નામાંકન કર્યા છે,તેમને ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ પહેલા નામ પાછુ ખેંચવાનું કહેવામાં આવ્યુ છે,જો આવુ નહીં કરે તો,તેમને પાર્ટીમાંથી છ વર્ષ સુધી સભ્યપદ હટાવી દેવામાં આવશે.જો કે,ભાજપની આ વાતને નેતાઓ કેટલી ગંભીરતા લે છે,તે આગામી દિવસોમાં ખબર પડી જશે.પહેલા તબક્કામાં યોજાનારી ૭૧ વિધાનસભા વિસ્તાર માટે કુલ ૧૩૫૭ ઉમેદવારોએ નામાંકન ભર્યુ છે.


