બિહારમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે નીતિશ કુમારનો જૂનો વીડિયો વાયરલ થતા તેમની હાલત કફોડી થઈ છે.આ વીડિયોમાં નીતિશ એવું બોલે છે કે,અમે ભલે ખતમ થઈ જઈએ પણ ભાજપ સાથે કદી જોડાણ નહીં કરીએ.હવે કોઈ પણ સંજોગોમાં ભાજપ સાથે સમજૂતી કરવાનો સવાલ જ પેદા થતો નથી કેમ કે ભાજપે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
આ વીડિયો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતનો
આ વીડિયો ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતનો છે.ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરતાં જેડીયુએ ભાજપથી છેડો ફાડી લીધો હતો.એ સમયે નીતિશ ભાજપ સામે આક્રમક ભાષા વાપરતા હતા.
વીડિયોના કારણે ભાજપ અને જેડીયુ વચ્ચે પણ તણાવની સ્થિતી પેદા થઈ
આ વીડિયોના કારણે ભાજપ અને જેડીયુ વચ્ચે પણ તણાવની સ્થિતી પેદા થઈ છે.જેડીયુનું માનવું છે કે, વિધાનસભા ચૂંટણીમાં પોતાનો હાથ ઉપર રહે એટલે ભાજપે જ આ વીડિયો વાયરલ કર્યો છે.બીજી તરફ ભાજપ ચિરાગ પાસવાન તરફ ઈશારો કરે છે.જો કે વીડિયો જેણે પણ ફરતો કર્યો,તેના કારણે નીતિશની વિશ્વસનિયતા સામે સવાલ ઉભો થઈ જ ગયો છે.