બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્યમંત્રી નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા.જયારે,સભા દરમ્યાન સીએમ નીતીશકુમાર નોકરીઓ અંગે વાત કરી રહ્યા હતા તે દરમ્યાન ભીડ માંથી કોઈએ તેમના પર પથ્થર ફેંક્યો હતો.
નીતીશકુમારે કર્યો હુંકાર
પોતાના પથ્થર ફેંકાતા નીતીશકુમાર મંચ પરથી જ નારાજ થયા હતા. અને ભાષણ દરમ્યાન જ બોલ્યા કે હજુ ફેંકો,ફેંકતા જ રહો,તેની કોઈ અસર નહિ થાય. જોકે,આ ઘટના બાદ સુરક્ષા કર્મીઓ સતર્ક થઇ ગયા હતા અને સીએમની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો હતો.સીએમ નીતીશકુમારે પણ ચૂંટણી સભામાં પોતાનું ભાષણ પૂરું કર્યું હતું.
મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.જો કે,નીતિશ કુમાર રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થર અને ડુંગળી ફેંકવામાં આવી હતી.
દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની કરી વાત
ઉલ્લેખનીય છે કે,રેલી દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિ સતત નારેબાજી કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે,દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે.ચોરી થઇ રહી છે પરંતુ તમે કાંઇ જ કરી શકતા નથી. જો કે,ત્ચારબાદ તેણે કાંકરી ચાળો કરતા નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીતિશ કુમારે કહ્યું કે ફેંકવા દો,જેટલા ફેંકે તેટલા ફેંકવા દો.
સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે
નોંધનીય છે કે,નીતિશ કુમારે આ વાતની સાથે જ તેમણે પોતાનું સંબોધન આગળ વધાર્યું હતું,નીતીશે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે અને કોઈએ બહાર નીકળવું નહીં પડે.નીતીશે કહ્યું કે,જેઓ આજે સરકારી નોકરીની વાત કરે છે,જ્યારે તેઓ સત્તામાં હતા,ત્યારે કેટલા લોકોએ રોજગાર આપ્યો,તે પછી બિહાર-ઝારખંડ ઘણા લાંબા સમયથી સમાન હતું.
અગાઉ પણ વિરોધ થઈ ચૂક્યો છે
આપને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણી વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે.ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે,જ્યારે ખુદ નીતિશે પણ સૂત્રોચ્ચાર કરનારા લોકોને રોકી દીધા છે.