નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી સવારે આઠ કલાકથી શરૂ થઈ ચૂકી છે.બિહાર ચૂંટણી માટે મતગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર થઈ રહી છે.આ ચૂંટણીનું પરિણામ નીતીશકુમાર સરકારનું ભવિષ્ય નક્કી કરશે.નીતીશકુમાર છેલ્લાં 15 વર્ષોથી બિહારના મુખ્ય પ્રધાન છે.પ્રારંભિક મતગણતરી ઝોક તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધનતરી જણાઈ રહ્યો છે.જોકે નીતીશકુમારની આગેવાની હેઠળના NDA પણ કાંટાની ટક્કર આપી રહ્યો છે.જોકે તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલા મહાગઠબંધને 125નો આંકડો પાર કર્યો હતો,જ્યારે NDA 110 સીટો પર આગળ ચાલી રહ્યો છે.
પોસ્ટલ બેલેટમાં ભાજપ- જેડીયુની પકડ માનવામાં આવે છે, પણ એમાં મહાગઠબંધન આગળનો અર્થ છે કે નોકરિયાત- મિડલ ક્લાસ મતો મહાગઠબંધની તરફેણમાં પડ્યા છે.જોકે ચૂંટણીનો અસલી માહોલ સવારે 10 કલાક પછી લાગશે, જ્યારે EVM ખૂલશે.
તેજસ્વીને જન્મદિવસની ગિફ્ટ મળશે? કે નીતીશને મળશે વધુ એક તક?
તમામ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને બહુમતી મળતી જોવા મળી હતી,પરંતુ શું નીતીશકુમારનો વિશ્વાસ કામ કરશે? છેલ્લા કેટલાક સમયથી એક મોટો સવાલ બિહારમાં ‘કા બા’ નો જવાબ આજે મળી જશે.ગઈકાલે આરજેડીના સુપ્રીમો તેજસ્વી યાદવે જન્મદિવસ ઊજવ્યો હતો.હવે જોવાનું એ રહે છે કે તેમનો ગિફ્ટમાં મુખ્ય પ્રધાનની ખુરશી મળે છે કે નહીં?
બીજી બાજુ,નીતીશકુમાર તો પહેલાં જ કહી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી છે.આવામાં શું જનતા તેમને વધુ એક તક આપશે? વળી, ચિરાગ પાસવાન પર લોકોની નજર ચોંટેલી છે,કેમ કે પરિણામો પછી તે કયું વલણ અપનાવે છે? નવી ખેલાડી પુષ્પમ પ્રિયા પર પણ લોકો નજર રાખી રહ્યા છે.


