By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બીઆરટીએસ બસની ટક્કરથી બાઈક સવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બીઆરટીએસ બસની ટક્કરથી બાઈક સવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો
AhmedabadGeneralGujarat Now

બીઆરટીએસ બસની ટક્કરથી બાઈક સવાર ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો

HM News
Last updated: 22/02/2020 4:36 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૨
અમદાવાદમાં સોલા ક્રોસ રોડ પાસે શનિવારે બપોરે આશરે ૧.૪૫ વાગ્યે બીઆરટીએસ બસ અને બાઈક વચ્ચે જબરજસ્ત ટક્કર સર્જાઈ હતી. બસ હેલમેટ સર્કલથી રાણીપ તરફ જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાઈક પર પુરુષની સાથે એક છ વર્ષનું બાળક અને એક મહિલા પણ સવાર હતા. મહિલા અને બાળકને સામાન્ય ઈજા પહોંચી છે. તાત્કાલિક ધોરણે ૧૦૮ને બોલાવીને બાક સવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પૂર ઝડપે બસ ચલાવનાર ડ્રાઈવર અક્સમાત કરીને બસ મૂકીને ભાગી ગયો હતો. પરંતુ સોલા ક્રોસ રોડ પર બાઈક પર જતા કેટલાક યુવકોએ ડ્રાઈવરને પકડી લીધો હતો. દુર્ઘટના સમયે બાઈકની આગળ મોટું વાહન હોવાના કારણે બાઈક સવારને બરાબર દેખાતું નહતું એવામાં પાછળથી બીઆરટીએસ બસે પૂર ઝડપે આવીને બાઈકને ટક્કર મારી હતી.
બાઈકને ટક્કર માર્યા બાદ બસ ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને ગભરાહટમાં અકસ્માત બાદ પણ તે બસ ચલાવી રહ્યો હતો. ટક્કર વાગવાથી બાઈક પરથી નીચે પછડાયેલી મહિલા જો સમયસર ઉભી ન થઈ ગઈ હોત તો મહિલાનો હગ બસની નીચે આવી ગયો હોત. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મહિલાનો પગ માંડ-માંડ બચ્યો હતો
બીઆરટીએસ બસો અને તેના રૂટમાં વધી રહેલા અક્સમાતોને કારણે અમદાવાદના મોટા ભાગના બસ સ્ટોપ પર સેન્સરવાળા દરવાજા બનાવી દેવામાં આવ્યા છે કે જે ફક્ત બીઆરટીએસ બસ માટે જ ખૂલે છે. બીઆરટીએસની બસ જ્યારે બસ સ્ટોપ પર આવે અને તે ગેટની નજીક જાય ત્યારે સેન્સરથી તે દરવાજો ઓટોમેટિક ખૂલી જતો હોય છે. પરંતુ તેમ છતા પણ પૂર ઝડપે બસ ચલાવતા ડ્રાઈવર્સના કારણે અકસ્માતમાં ઘટાડો જોવા મળતો નથી.

મુંબઈમાં કોરોના કેસો 1000ની લગોલગ બોરીવલી-ગોરેગામ વચ્ચે સૌથી વધુ કેસ
આઝાદીના પાવન પર્વનાં દિવસે સીએમ રૂપાણીએ યાદ કર્યા દેશના લડવૈયાઓને
બંગાળમાં હિંસા યથાવત, TMCના કાર્યકરોએ ભાજપનુ કાર્યાલય સળગાવી દીધુ
એક સમયે દાઉદ ગેંગ માટે કામ કરતા છોટા શકીલ તથા છોટા રાજન સામે-સામે આવી ગયા હતા
‘મઝહબની નિંદા કરનારાની હત્યા થાય તો એ ગુનો નથી’, જાણીતા શાયર મુનવ્વર રાણાના નિવદેનથી વિવાદ
TAGGED:ઈજાગ્રસ્તબસની ટક્કરથી બાઈક સવાર
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાન નટુકાકાના અવસાનથી શોક
Next Article દીપિકા અને રણવીર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂરનાં માતા-પિતા બનશે..!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up