By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી
GeneralMumbai

બીએમસીના આદેશને પડકારતી નારાયણ રાણેની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી

HM News
Last updated: 24/06/2022 5:39 AM
HM News
3 years ago
Share
SHARE

જસ્ટિસ આર.ડી.ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી.જુહુમાં રહેણાક બંગલાના કથિત રીતે ગેરકાયદે હિસ્સાને કાયદેસર બનાવવાની અરજીને નકારતા બીએમસીના આદેશને પડકારતી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની અરજીને બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે એમ કહીને ફગાવી દીધી હતી કે આ રાજકીય બદલો લેવાનો કેસ નથી જણાઈ રહ્યો.

જસ્ટિસ આર.ડી.ધનુકાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે સુધરાઈના આદેશ પાછળ રાજકીય બદલો લેવાનો દાવો કરતી નારાયણ રાણેની અરજી બરતરફ કરવા યોગ્ય હતી.જોકે નારાયણ રાણેના વકીલ વરિષ્ઠ કાઉન્સેલ મિલિંદ સાઠેએ હાઈ કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવા માટે સમયની માગણી કરતાં કોર્ટે આ આદેશના અમલને છ અઠવાડિયાં માટે સ્થગિત કર્યો હતો.આ સાથે જ બેન્ચે બીએમસીને બીજેપીના નેતા નારાયણ રાણે સામે તેમ જ તેમના જુહુસ્થિત બંગલા સામે છ અઠવાડિયાં સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી.

બંગલાના મ્યુનિસિપલ અને કોસ્ટલ ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક ભાગોને કાયદેસર કરવા તેમ જ એને જાળવી રાખવા માટેની નારાયણ રાણેની અરજીને બીએમસી દ્વારા સાતમી એપ્રિલે નકારી કાઢીને આપવામાં આવેલા આદેશને પડકારવા માટે નારાયણ રાણેએ બુધવારે હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

હાઈ કોર્ટે જણાવ્યું હતું કે‘બીએમસી પોતાની જગ્યાએ યોગ્ય જ છે અને નારાયણ રાણેએ બંગલાના પ્લાનને મંજૂરી આપતી વખતે તેમને ફાળવવામાં આવેલી એફએસઆઇનો ઉપયોગ કરી લીધો છે.આમ તેમના દ્વારા કરવામાં આવેલું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે અને તેથી શિવસેના અને અન્ય પક્ષ સાથેના રાજકીય દ્વેષનો પ્રશ્ન જ નથી ઊઠતો.

સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન- ‘વેબ પોર્ટલ, YouTube અને સોશિયલ મીડિયા ફેલાવી રહ્યાં છે ફેક ન્યૂઝ, કેવી રીતે રોકીશું?’
MP: દીકરી યુક્રેનમાં ફસાઈ, ઠગે ફ્લાઈટ ટિકિટના નામે માતા પાસેથી 44,000 પડાવ્યા
કામ વગર ઘરની બહાર નીકળતા નહિં…. ૪૮ કલાક ગુજરાતભરમાં બેફામ વરસાદ પડશે
શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેત
ત્રિરંગાને કારણે કોઈ મુશ્કેલી ન પડી,યુક્રેનથી રોમાનિયા બોર્ડર પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ચેમ્બુરમાં સ્લૅબ તૂટી પડતાં એકનું મોત અને મહિલા સહિત નવ જણ ઈજાગ્રસ્ત
Next Article બધું પહેલેથી જ પ્લાન હતું?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up