– સર્ચ ઓપરેશનમાં 10 કરોડ રોકડા અને કરોડોના દસ્તાવેજ મળી આવ્યા
– અમદાવાદમાં શિવરંજની,બોપલની ઓફિસ અને પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન યથાવત
અમદાવાદ : અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપને ત્યાં ગઇ કાલે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા જે આજે પણ યથાવત છે.આ સાથે સુરતમાં પણ આઇટી અધિકારીઓએ દરોડા પાડ્યા છે.જેમાં અધધધ….રોકડ રકમ અને કરોડોના દસ્તાવેજો મળી આવતા વેપારી આલમમાં ફફટાડ વ્યાપ્યો છે.ગઇકાલે શરૂ કરવામાં આવેલ આઇટી દરોડા આજે પણ યથાવત રહેતા હજુ પણ બિનહિસાબી રકમ સામે આવે તેવી પ્રબળ શક્યતા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ સહિત સુરતમાં પણ 40થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા છે.તેમજ સર્ચ ઓપરેશનમાં 10 કરોડ રોકડા મળી આવ્યા છે.તથા કરોડોના દસ્તાવેજ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.આ સાથે જ અમદાવાદમાં શિવરંજની,બોપલની ઓફિસ અને પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે.આ સાથે જ ચિરીપાલ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયા દાનના ચેકો આપ્યા હોવાની આઇટીને માહિતી મળી જેના આધારે બેન્કના ખાતાઓમાંથી થયેલા નાણાકીય ટ્રાન્ઝકેશનોની માહિતી મેળવવામા આવી રહી છે.વિદેશમાં એક્સપોર્ટ થતાં ફેબ્રિક્સની સાથે ઓવરવેલ્યુશન કરીને બ્લેકમની ડાઇવર્ટ કરાયુ હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.જો કે, હાલ તપાસ ચાલુ હોવાથી નજીકના દિવસોમાં વધુ માહિતી બહાર આવશે.
આજરોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે અમદાવાદ અને સુરતમાં ચિરીપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓ ઉપરાંત સહભાગી કંપનીઓ અને ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ,જ્યોતિપ્રકાશ ચિરીપાલ,બ્રીજમોહન ચિરીપાલ,વેદપ્રકાશ ચિરીપાલના પુત્ર વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલને રહેઠાણે દરોડા પાડયા છે.આ સાથે જ કંપનીના કેટલાક ડિરેક્ટરોને ત્યાં પણ તપાસ હાથ ધરાઇ છે.જેમની દુબઇમાં મિલકતો અને ઓફિસ હોવાની વિગતો બહાર આવી છે.વેદપ્રકાશ ચિરીપાલ વર્ષના 7 મહિના દુબઇમાં જ રહેતા હોય છે તેની તપાસ હવે આઇટી કરશે.આઇટીના 150થી વધુ અધિકારીઓએ એસઆરપી બંદોબસ્ત સાથે શિવરંજની ચાર રસ્તા પાસે રજિસ્ટર્ડ ઓફિસ ચિરીપાલ હાઉસ અને બીજી તાજેતરમાં નવી બનાવેલી બોપલની શાંતિ કોર્પોરેટ ઓફિસમાં દરોડા પાડયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને અમદાવાદમાં એશિયન ગ્રેનિટો અને તેની સાથે સંકળાયેલા સેજલ શાહ અને બ્રોકરોને ત્યાં મેગા સર્ચ ઓપરેશન કર્યા બાદ બીજું ઓપરેશન અમદાવાદ અને સુરત ચિરીપાલ ગ્રુપના ત્યાં કરવામા આવતા મોટીમાત્રા કરચોરી અંગેના વાધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે.


