અમદાવાદ : રવિવાર : સૈજપુર બોઘામાં રહેતી પરિણિતા સાથે છૂટાછેડા લેવા માટે પતિ દબાણ કરીને ધમકી આપતા હતા.મહિના પહેલા ગામડે જઇને આવું છંુ કહીને પતિ પત્નીને પિયરમાં મૂકીને જતા રહ્યા હતા. ત્યારબાદ સમુહ લગ્નની પત્રિકામાં બીજા લગ્ન કરવા નોંધણી કરાવી હતી.આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે પતિ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહિના પહેલા ગામડે જઇને આવુ છું કહી પતિ પત્નીને મૂકીને જતા રહ્યા ઃ સમુહ લગ્નમાં બીજા લગ્નની નોંધણી કરાવી
આ કેસની વિગત એવી છે કે સૈજપુર બોઘામાં પ્રભાકર ટેનામેન્ટ પાસે અંબિકાનગરની ચાલી પાસે રહેતા મનીષાબહેન મનોજકુમાર વાઘેલાએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવા ગામે રહેતા પતિ મનોજકુમાર ઉર્ફે હિતેશ કચરાભાઇ વાઘેલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના દસ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા.લગ્ન બાદ૨ થોડા સમય સુધી સારી રીતે રાખવામાં આવી હતી.
ત્યારબાદ ઘરના કામકાજ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા અને છૂટાછેડા લેવાની ધમકી આપીને મારઝૂડ કરતા હતા.૨૦૧૬મા સ્ટેમ્પ ઉપર સહી કરાવીને પિયરમાં મોકલી આપી હતી.આમ છૂટાછેડા લીધા બાદ ૨૦૧૮માં કોર્ટ મેરેજ કરીને ગામડે લઇ ગયા હતા.બાદમાં દંપતિ અમદાવાદમાં રહેવા આવ્યા હતા,જોકે ગયા મહિના ગામડે જઇને આવું કહીને પતિ મહિલાને પિયરમાં મૂકીને જતા રહ્યા હતા ત્યારબાદ સમાજના સમુહ લગ્ન પત્રિકામાં પતિએ બીજા લગ્ન માટે નોંધણી કરાવી હતી બાદમાં પતિ દ્વારા છૂટાછેડા માટે જનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.


