મોસ્કો, તા. 19. માર્ચ. 2022 શનિવાર : રશિયા અને યુક્રેન વચ્ચેના જંગના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રશિયામાં પોતાનો વેપાર બંધ કરી દીધો છે.
જોકે ફાસ્ટ ફૂડ કંપની બર્ગર કિંગના સ્ટોર રશિયામાં ધમધમી રહ્યા છે.કંપની ઈચ્છે તો પણ પોતાનો વેપાર બંધ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
રશિયામાં બર્ગર કિંગના 800 જેટલા સ્ટોર છે પણ તેની પાર્ટનર કંપનીએ સ્ટોર બંધ કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે.
બીજી કંપનીઓની જેમ બર્ગર કિંગ પાસે પણ પશ્ચિમના દેશોના લોકો રશિયામાં વેપાર બંધ કરવા માટે માંગણી કરી રહ્યા છે.કંપનીનુ કહેવુ છે કે,વિદેશી પાર્ટનર સાથે થયેલા કરારના કારણે રશિયામાં કામકાજ બંધ કરી શકાય તેમ નથી.
બર્ગર કિંગની જેમ બ્રિટનની કંપની માર્કસ એન્ડ સ્પેન્સરે પણ રશિયામાં પોતાના સ્ટોર ચાલુ રાખ્યા છે અને તેના પર પણ સ્ટોર બંધ કરવાનુ દબાણ વધી રહ્યુ છે.યુક્રેનના સાંસદોએ પણ બ્રિટન સમક્ષ આ મુદ્દો ઉઠાવેલો છે.