અમદાવાદ : રવિવાર સરસપુરની પરિણિતાના પતિને બીજી મહિલા સાથે આડા સબંધ હોવાથી તેણીની સાથે જુલમ ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પત્નીએ નવા કપડાં લઇ આપવાની વાત કરતાં ઉશ્કેરાઇને પતિએ માર માર્યો હતો અને સાસરીયાએ અહિથી જતી રહે નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે સરસુપરમા રહેતી ૨૪ વર્ષની મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા,સંતાનમાં પુત્રના જન્મ બાદ પતિને અન્ય મહિલા સાથે આડા સબંધો હોવાથી પતિ પત્નીને મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતો હતો.તા.૭ના રોજ ફરિયાદી મહિલાએ પતિને નવા કપડાં લઇ આપવાની વાત કરતાં પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને માર માર્યો હતો.જેથી મહિલા નરોડા ખાતે રહેતા મામાને ઘરે જતી રહી હતી.ગઇકાલે પિયર અને સાસરી પક્ષના લોકો ભેગા મળવાના હતા,પરંતુ સાસરીપક્ષના લોકો મામાના ઘરે આવ્યા ન હોવાથી મહિલા સાસરીમાં પરત આવી હતી.સાસરીના લોકો મહિલા ઉપર ઉશ્કેરાઇ ગયા હતા અને શરીરે લાતો તથા ફેંટોનો માર માર્યો હતો અને નણંદે ધમકી આપી કે તુ અહિયાથી જતી રહે નહીતર જાનથી મારી નાંખાશ.આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી મહિલા સાથે આડા સબંધથી પતિએ પત્નીને માર મારી ત્રાસ ગુજાર્યો

Leave a Comment

