– કેરલા બૉર્ડર પર નૅશનલ હાઇવે-૭૬૬ના કૉલેગલા સેક્શન પર આ બસ-સ્ટૉપ પર આ પહેલાં ગોલ્ડ કલરના ત્રણ ગુંબજ હતા
બૅન્ગલોર : મૈસૂરમાં એક બસ-સ્ટૉપને વિવાદ બાદ હવે નવો લુક મળ્યો છે.આ બસ-સ્ટૉપની છત પર ત્રણ ગુંબજને કારણે એ મસ્જિદ જેવું દેખાતું હોવાથી બીજેપીના એક સંસદસભ્યે એને તોડી પાડવાની તાજેતરમાં ધમકી આપી હતી.કેરલા બૉર્ડર પર નૅશનલ હાઇવે-૭૬૬ના કૉલેગલા સેક્શન પર આ બસ-સ્ટૉપ પર આ પહેલાં ગોલ્ડ કલરના ત્રણ ગુંબજ હતા.જોકે હવે આ બસ-સ્ટૉપ પર લાલ કલરનો એક જ ગુંબજ છે અને બે નાના ગુંબજ હવે ગાયબ છે.
કર્ણાટકના બીજેપીના સંસદસભ્ય પ્રતાપ સિમહાએ એમ કહીને વિવાદ સરજ્યો હતો કે તેમણે ‘મસ્જિદ જેવા’ માળખાને ધ્વસ્ત કરવા માટે એન્જિનિયર્સને કહ્યું છે.વાસ્તવમાં તેમની જ પાર્ટીના એક વિધાનસભ્યે આ માળખું બાંધ્યું હતું.

