આ લોકોએ હંમેશા સારા અલી ખાનની તસ્વીરો પર અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે.આ ઉપરાંત સોહા અલી ખાનની તસ્વીરો જોઈને પણ કટ્ટરપંથીઓ ગુસ્સે ભરાઈ જાય છે.સોશિયલ મીડિયા પર કટ્ટરપંથીઓ હંમેશા કોઈને કોઈ મહિલાને નિશાન બનાવીને તેને ઇસ્લામનું જ્ઞાન આપતા દેખાય જ જાય છે.પછી તે ચાહે સામાન્ય યુઝર હોય કે કોઈ સેલિબ્રિટી.આ વખતે આ કટ્ટરપંથીઓના નિશાને અભિનેત્રી મંદાના કરિમી આવી છે.
લૉકઅપ શૉમાં જોવા મળેલી મંદાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બુરખો પહેરીને એક વિડીયો શૅર કર્યો હતો.જે વિડીયોમાં તેઓ ડાન્સ સ્ટેપ કરતી તેમજ હાથમાં નાનું ટૉપ લીધેલી જોવા મળે છે.વિડીયો જોઈને મજહબી કટ્ટરપંથીઓ એટલા ગુસ્સે થઇ ગયા કે તેઓ તેને મજહબી જ્ઞાન આપવા લાગ્યા હતા
વિડીયો સાથે કેપ્શનમાં મંદાનાએ લખ્યું હતું, “કાશ બુરખો પહેરીને નાચવું એટલું સરળ હોત જેટલું આ બીટીએસમાં દેખાય છે.અહીં કોઈ નફરત ન હતી,ખાલી અમુક લોકો ફિલ્મ બનાવી રહ્યા હતા.” જે બાદ અભિનેત્રી કટ્ટરપંથીઓના નિશાને આવી ગઈ હતી.જેની ઉપર એક અલબલૂશી નામના યુઝરે તેને ખોટું કરી રહી હોવાનું કહીને કહ્યું હતું કે તે અલ્લાહને દુઆએ કરશે કે તેને શિખામણ આપે.અન્ય એક યુઝરે તેને હિજાબનું અપમાન કરવા બદલ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ બધું કરવા પહેલાં તેણે એકવાર વિચાર કરવો જોઈતો હતો.જ્યારે કેટલાક યુઝરોએ નારાજ સ્વરે પૂછ્યું હતું કે તેણે હિજાબ કે નકાબની મજાક કેમ ઉડાવી હતી? કેટલાક કટ્ટરપંથીઓ બુરખામાં મંદાનાનો ડાન્સ જોઈને એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે મંદાનાને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી.સ્ક્રીનશોટમાં અમુક કૉમેન્ટ્સમાં અપશબ્દો પણ જોવા મળે છે.સેમ નામના યુઝરે લખ્યું કે, “હરા^& કુ&*& બુરખાની તો ઈજ્જત કર બેશરમ માણસ.”
બીજી તરફ કેટલાકે મંદાનાની આ પોસ્ટ બાદ નારાજ થઈને તેમને અન-ફૉલો કરી દીધાં હતાં.તો કેટલાકે મંદાનાનું અકાઉન્ટ જ બંધ કરાવી દેવાની અપીલ કરી હતી.મુઝામીલ આળસું નામના એક યુઝરે લખ્યું કે, “બુરખાની મજાક બનાવી રહી છે નાલાયક મહિલા.”
ઉલ્લેખનીય છે કે મંદાના કરીમી ઉપરાંત પણ અનેક અભિનેત્રીઓ છે જેમને કટ્ટરપંથી નિશાન બનાવતા રહ્યા છે.આ લોકોએ હંમેશા સારા અલી ખાનની તસ્વીરો પર અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે.આ ઉપરાંત સોહા અલી ખાનની તસ્વીરો જોઈને પણ કટ્ટરપંથીઓ ગુસ્સે ભરાઈ જાય છે.