બેંગલોર, તા. 11 માર્ચ 2022 શુક્રવાર : 12 માર્ચથી ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગલોરમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચનો માહોલ બની ચૂક્યો છે.આ ડે નાઈટ પિંક ટેસ્ટ મેચમાં આપને એક પણ સીટ ખાલી મળવાની નથી.કોરોના મહામારી આવી છે ત્યારથી પહેલીવાર કોઈ ટેસ્ટ મેચ દર્શકોની 100 ટકા ક્ષમતા સાથે રમવામાં આવશે.બેંગલોર ટેસ્ટ માટે તમામ ટિકિટ વેચાઈ ચૂકી છે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થનારી આ ડે-નાઈટ ટેસ્ટ મેચ માટે દર્શકોના ઉત્સાહને જોતા કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે 100 ટકા ક્ષમતામાં દર્શકોને સ્ટેડિયમ આવવાની અનુમતિ આપી છે.વિરાટ કોહલીના ફેન્સ માટે એ વાત ખાસ છે કે જે પણ તેમની 100 મી ટેસ્ટ મેચ જોઈ શક્યા નહીં તે હવે તેમને 101મી મેચમાં રમતા જોશે.
સિરીઝની વાત કરીએ તો ભારતે બે ટેસ્ટ મેચની આ સિરીઝની પહેલી મેચ મોહાલીમાં પોતાના નામે કરી લીધી હતી.રવિન્દ્ર જાડેજાને આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ નવાઝવામાં આવ્યા, તેણે 175 રનની ઇનિંગ રમી અને બોલિંગમાં 9 વિકેટ લીધી.


