બેંગ્લુરુ : દેશના આઈટી હબ તરીકે ઓળખાતા બેંગ્લોરમાં કોરોનાથી એટલા મોત થયા છે કે,ઈલેક્ટ્રિક ચિતામાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સ્મશાન બહાર લાઈનો જોવા મળી હતી
શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવતી એમ્બ્યુલન્સો સ્મશાનની બહાર કતાર લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતી હતી.જેથી અંદર જઈને ડેડ બોડી ઉતારી શકાય.બેંગ્લોરમાં ઈલેક્ટ્રિક ચિતા ધરાવતા સ્મશાનમાં કોરોનાથી મોતને ભેટનારાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.જોકે સ્મશાનમાં કામ કરનારા લોકોનુ એમ પણ કહેવુ છે કે,કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કાર બાદ બીજા મૃતદેહને લાવવામાં સમય લાગે છે.એટલે વધારે રાહ જોવી પડી છે.કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 60000 પર પહોંચી ચુકી છે.સરકારના આંકડા પ્રમાણે અહીંયા 1240 લોકોના મોત થઈ ચુક્યા છે.
બેંગ્લોરમાં ઈલેક્ટ્રિક ચિતા ધરાવતા સ્મશાનમાં કોરોનાથી મોતને ભેટનારાના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. જોકે સ્મશાનમાં કામ કરનારા લોકોનુ એમ પણ કહેવુ છે કે,કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કાર બાદ બીજા મૃતદેહને લાવવામાં સમય લાગે છે. એટલે વધારે રાહ જોવી પડી છે.કર્ણાટકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 60000 પર પહોંચી ચુકી છે.સરકારના આંકડા પ્રમાણે અહીંયા 1240 લોકોના મોત થઈ ચુક્યા છે.

