– ચાંગફેંગ હોસ્પિટલમાં આગનો બનાવ
– રાહત કામગીરી હાલમાં શરૂ
– 71 લોકોનું કરાયું રેસ્ક્યુ, અનેક ફસાયાની આશંકા
ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી.મળતી માહિતી મુજબ, આ અકસ્માત દર્દી વિભાગની પૂર્વ વિંગમાં થયો હતો.આ દરમિયાન 21 લોકોના મોત થયા છે.આગ લગભગ 12:57 વાગ્યે (સ્થાનિક સમય) પર શરૂ થઈ હતી.તેને કાબૂમાં આવતા દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.
71 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું
જણાવવામાં આવી રહ્યું છે કે આગની જાણ થતાં જ ઈમરજન્સી ટીમ બેઈજિંગની ચાંગફેંગ હોસ્પિટલમાં દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.રેસ્ક્યુ ઓપરેશન બાદ કુલ 71 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.તમામને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 21નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવનું કારણ જાણવા તપાસ શરૂ
કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તે દુઃખદ છે.હું મારા ઘરની બારીમાંથી અકસ્માતનું વિકરાળ દ્રશ્ય જોઈ રહ્યો હતો.બપોરના સમયે એર કન્ડીશનીંગ યુનિટ પર ઘણા લોકો ઉભા હતા.આગ લાગ્યા બાદ કેટલાક લોકો નીચે કુદી પણ પડ્યા હતા.આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.તપાસ કરવામાં આવી રહી છે.