નાગોર્નો-કારાબાઝ વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ જમીનને લઈને અર્મિનિયા અને અઝરબૈજાન વચ્ચે ખેલાઈ રહેલા યુદ્ધમાં હવે પાકિસ્તાન પણ કુદ્દી પડ્યું છે. પાકિસ્તાને કથિતરૂપે અર્મેનિયા વિરૂદ્ધ અઝરબૈજાનનો સાથ આપવા માટે નાગોર્નો-કરબાઝના યુદ્ધ વિસ્તારમાં પોતાનું સૈન્ય મોકલ્યું છે.
પાકિસ્તાન બે ત્રાહિત દેશોના યુદ્ધમાં કુદ્યું હોવાની માહિતી બે નાગરિકો વચ્ચેની ટેલિફોનિક વાતચીતના આધારે જાણવા મળી છે. વાતચીતના આધારે એક અર્મેનિયાઈ સમાચાર રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.જોકે પાકિસ્તાન તરફથી તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
અર્મિનિયા અને અઝરબૈજાન વચ્ચે આ યુદ્ધ 4400 ચોરસ કિલોમીટરના નાગોર્નો કારાઝાબ વિસ્તાર પરના કબજાને લઈને ખેલાઈ રહ્યું ચે.નાગોર્નો કારાખાબને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈજાનનો ભાગ માનવામાં આવે છે પણ તેના પર અર્મેનિયાના જાતિય જુથોએ કબજો જમાવી રાખ્યો છે,આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજ્યા છે.
આ યુદ્ધમાં ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ની માફક પાકિસ્તાન પણ કુદ્યું હોવાના અહેવાલ છે.મુસ્લીમ દેશ અઝરબૈજાનની મદદે પાકિસ્તાને સૈન્ય રવાના કર્યું હોવાના અહેવાલ અર્મેનિયાની એક સ્થાનિક વેબસાઈટમાં પ્રકાશીત કરવામાં આવ્યા છે.આ અહેવાલ બે લોકો વચ્ચેની વાતચીત કે જેમાં પાકિસ્તાની સેના અઝરબૈજાનમાં ઉપસ્થિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જે વાતચીતના આધારે પાકિસ્તાની સૈન્યની હાજરીનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં બે નાગરિકો કહી રહ્યાં છે કે, “અમે કઈ રીતે લખી શકીએ? મારી પાસે પૈસા નથી, અમે એકદમ ઠીક છીએ. ચિંતા ના કરો. 7-8 ગામડાઓને આઝાદ કરી દેવામાં આવ્યા છે, ડરશો નહીં.” જ્યારે બીજો નાગરિક કહે છે કે, “હા મને ખબર છે, મેં ઈન્ટાગ્રામ પર જોયુ છે કે ફિજુલી,અગદમને કબજામાંથી છોડાવી લેવામાં આવ્યા છે.”
વાતચીતમાં એક નગારિક બીજાને પુછે છે કે, ઈન્ટરનેટમાં કઈં સમસ્યા છે? તે કામ કેમ નથી કરી રહ્યું? જવાબમાં બીજો નાગરિક કહે છે કે, તેમના મંત્રાલયે તેને બંધ કરી દીધું છે.અહીં અનેક બાબતો ઘટતી હોય છે,લોકો અર્મેનિયાઈ લોકોના સંપર્કમાં આવે છે,માટે તેને બંધ કરી દેવામાં આવ્યું છે”. ગોળીબારને લઈને બીજો નાગરિક કહે છે કે, અગદમ તરફથી થાય્ય છે, તેમણે પાકિસ્તાની સૈનિકોને ભેગા કર્ય્યા છે અને તેમને અગદમ તરફ લઈ જવામાં આવ્યા છે.
તુર્કી બાદ પાકિસ્તાન દુનિયાનો બીજો એવો દેશ છે જેણે 1991માં અઝરબૈજાનની સંપ્રભુતાને માન્યતા આપી હતી.ઈસ્લામાબાદ અને અંકારા વચ્ચે સંબંધો મજબુત બન્યા છે.પરિણામે તુર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.


