મુંબઇ,તા.૨૪
દેશભરમાં રાષ્ટ્રીય બેક્નોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત ૩ દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા પણ હશે. એની પહેલાં, ૮ માર્ચે રવિવાર હશે એટલે બેક્નો કુલ ૭ દિવસ બંધ રહેશે. છેક ૧૬ માર્ચે ખુલશે. ૯ માર્ચે એક દિવસ માટે બેક્નો ખુલ્લી રહેશે, પણ એ દિવસે બેક્નોમાં ખૂબ ગિરદી રહેશે અથવા સર્વર પર બોજો આવી પડશે એટલે કામ લટકી જાય એવી સંભાવના પણ રહેશે.
તેથી હોળીના તહેવાર પહેલા જ તમારું બેક્નને લગતું કામકાજ, સોદા પતાવી લેજો, નહીં તો તકલીફનો સામનો કરવો પડશે. બેક્ન કર્મચારીઓને એમના પગારમાં ૨૦ ટકા રકમનો વધારો જોઈએ છે.
તે ઉપરાંત કામકાજ માટે પાંચ-દિવસનું અઠવાડિયું કરવા, પેન્શન પદ્ધતિને અપડેટ કરવા તથા ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કરવામાં આવે એવી પણ તેમની માગણી છે.
ઉલ્લેખનીય છે કે બેક્ન કર્મચારીઓએ ગઈ ૮-૯ જાન્યુઆરીએ તેમજ ત્યારબાદ ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી, એમ બે દિવસ માટે આ જ મુદ્દાઓ ઉપર પણ હડતાળ પાડી હતી.
માર્ચમાં બેક્નો આ દિવસોએ બંધ રહેશેઃ
૮- રવિવારની રજા
૧૦- ધૂળેટીની રજા
૧૧- બેક્ન કર્મીઓની હડતાળ
૧૨- બેક્ન કર્મીઓની હડતાળ
૧૩- બેક્ન કર્મીઓની હડતાળ
૧૪- બીજા શનિવારની રજા
૧૫- રવિવારની રજા
બેન્કના કામકાજ ઝડપથી પતાવજો : માર્ચમાં છ દિવસ બેન્ક બંધ રહેશે..!!
Leave a Comment