સુરત શહેર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે અઠવાલાઇન્સ રોડ એમટીબી કોલેજના ગેટથી કલેકટર કચેરી સુધી બેરોજગારી મુદ્દે રેલી કાઢી યુવાનોએ‘બેરોજગારી દૂર કરો, દૂર કરો’ના નારા લગાવ્યા હતા.આ રેલી મંજૂરી વિના કાઢી હોવાથી પોલીસે અટકાયત માટે કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરતા કેટલાક યુવકના કપડા પણ ફાટ્યા હતા.
રેલીના પગલે પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
સુરત શહેર યુથ કોંગ્રેસની બેરોજગારીના વિરોધમાં એમટીબી કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપવાનું આયોજન હતું.જે માટે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો એકઠાં થયા હતા.રેલીના પગલે પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.યુથ કોંગ્રેસ રેલી કાઢે તે પહેલા જ પોલીસ દ્વારા ટીંગાટોળી કરી 15થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
શાંતિથી સોશિયલ ડિસ્ટન્સ સાથે રેલી કાઢવાના હતા
યુથ કોંગ્રેસના પ્રદેશમંત્રી દક્ષાબેન ભુવાએ જણાવ્યું હતું કે,શિક્ષિત બેરોજગારો વધી રહ્યા છે.તેઓને નોકરી મળે તે માટે કલેક્ટરને આવેદન પત્ર આપવા જવાના હતા.એમટીબી કોલેજથી કેલક્ટર કચેરી સુધી શાંતિથી સોશિયલ ડિસ્ટન્સ સાથે રેલી કાઢવાના હતા. પોલીસે રેલી ન કાઢવા દીધી અને ન કલેક્ટરને આવેદન પત્ર આપવા દીધું.


