નવી દિલ્હી 11 જુલાઈ : દરરોજ બેંકમાં છેતરપિંડીના કેસો વધી રહ્યા છે.હવે જાહેરક્ષેત્ર ની,પંજાબ અને સિંધ બેંકમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં, બેંક સાથે 112 કરોડની છેતરપિંડી થઈ છે.બેંકે આ અંગે રિઝર્વ બેંકને જાણ કરી છે.તે આ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે.
બેંકે ગઈકાલે શેર બજારને માહિતી આપી હતી કે, તેના બે ફસાયેલા લોન ખાતાઓમાં 112.42 કરોડની છેતરપિંડી થઇ છે.આ બે એકાઉન્ટ્સ મહા એસોસિએટેડ હોટલ અને એડયાર જીંક ના છે.બેંકના શેરબજારને આપવામાં આવેલી માહિતી મુજબ,એસોસિએટેડ હોટેલ્સ પ્રા. લિ. સંબંધિત લોન ખાતામાં 71.18 કરોડ બાકી છે તેમણે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એનપીએ ખાતાને છેતરપિંડી જાહેર કરવા અંગે માહિતી આપવામાં આવી છે. હાલમાં મહા એસોસિએટેડ હોટલનો કેસ એનસીએલટી માં પેન્ડિંગ છે.
તો બીજી તરફ, બેંક સાથેની બીજી છેતરપિંડી એડયાર જીંક દ્વારા કરવામાં આવી છે. એડયાર જીંક નું એનપીએ ખાતું 41.24 કરોડની બાકી લેણાં સાથે કપટપૂર્ણ ખાતું જાહેર કરાયું છે.


