નવી દિલ્હી તા. રપ : ભારતમાં સવૈધાનિક સંસ્થાઓ હંમેશાથી જ તેમના સ્વતંત્ર અને સ્વાયત્ત વલણ માટે ઓળખાય રહી છે.જો કે છેલ્લા કેટલાક સમયમાં આ સંસ્થાનોમાં અધિકારીઓની નિયુકિત અંગે તેના કામ કરવાની રીત વિશે પણ સવાલ ઉઠયા છે.હાલનો મામલો ભારતના ઓડિટ સાથે જોડાયેલા સંસ્થા નિયંત્રક અને મહાલેખા સાથે જોડાયેલો છે છેલ્લા કેટલાક સમયમાં સીએજીના રીપોર્ટમાં મોડું થયા અંગે સવાલ ઉઠી રહ્યા છે જો કે હવે સંસ્થા તરફ કરવામાં આવતી ઓડિટ રીપોર્ટસની કમીએ લોકોને ચોંકાવી દીધા છે.
નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ માં સીએજી કુલ ૭૩ ઓડિટ રીપોર્ટ તૈયાર કર્યા તેમાંથી ૧પ રીપોર્ટ કેન્દ્રીય સરકાર માટે હતી.જયારે પ૮ રાજય સરકારો માટે તે પહેલા ર૦૧૭-૧૮ માં સીએજીએ ૯૮ રીપોર્ટ રજુ કર્યા હતા. તેમાં ૩ર કેન્દ્ર સરકાર માટે હતી અને ૬૬ રીપોર્ટ રાજયો માટે કેન્દ્રીય એજન્સીઓ અને તેની સાથે જોડાયેલી નીતિઓ-યોજનાઓની નિષ્પક્ષ તપાસ રીપોર્ટ દ્વારા ઓળખ બનાવી ચુકલી સીએજીના ઓડિટ રીપોર્ટમાં સતી થઇ રહેલો ઘટાડો ચિંતાનો વિષય છે.
ખરેખર હાલના સીએજી રાજીવ મહર્ષિતના કાર્યકાળ પહેલા સીએજીનું આઉટપુટ ટોચ પર હતું. ર૦૧૬-૧૭ નાં જયારે શશિકાંત શર્મા સીજીએ હતા ત્યારે આ સંસ્થાએ એક વર્ષમાં ૧પ૦ ઓડિટ રીપોર્ટ આપી હતી તેમાં ૪૯ કેન્દ્ર સરકાર માટે અને ૧૦૧ રાજય સરકારો માટે હતી. આવીજ રીતે ર૦૧પ-૧૬માં સીએજી ૧૮૮ રીપોર્ટ તૈયાર અને ર૦૧૪-૧પ માં ૧૬ર રીપોર્ટ તૈયાર થયા હતા.