By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બે વર્ષ બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આ દેશમાં આકરું લોકડાઉન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બે વર્ષ બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આ દેશમાં આકરું લોકડાઉન
GeneralInternational

બે વર્ષ બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આ દેશમાં આકરું લોકડાઉન

HM News
Last updated: 13/05/2022 4:16 AM
HM News
3 years ago
Share
SHARE

પ્યોંગયાંગ, તા. 12 મે 2022, ગુરૂવાર : ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (North Korean leader Kim Jong Un)એ દેશમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ ગુરૂવારથી રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવી દીધું છે.કિમે તેને રાષ્ટ્રીય ઈમરજન્સી ગણાવી હતી. ઉત્તર કોરિયાના તાનાશાહે અધિકારીઓને કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે COVID-19 ગાઈડલાઈનને મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીની શરૂઆતના બે વર્ષ બાદ પ્યોંગયાંગમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો છે.જેના કારણે કોરોનાને લઈને સખત નિયમોનું એલાન કરવામાં આવ્યું છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, ગુરૂવારે રાજધાની પ્યોંગયાંગમાં કોટલાક લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો.દર્દીને આઈસોલેટ કરી દેવામાં આવ્યો હતો.જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે અને દેશમાં અનિશ્ચિત સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.એજન્સીએ કહ્યું કે કોરોનાનો કેસ નોંધાયા બાદ કિમ જોંગ ઉને સત્તાધારી કોરિયન વર્કર્સ પાર્ટી પોલિટબ્યુરોની બેઠક બોલાવી હતી, જ્યાં સભ્યોએ તેના એન્ટી-વાયરસ પગલાં વધારવાનો નિર્ણય કર્યો હતો. આ મીટિંગ દરમિયાન, કિમ જોંગ ઉને અધિકારીઓને કોરોના સંક્રમણને સ્થિર કરવા અને શક્ય તેટલી વહેલી તકે ચેપના સ્ત્રોતને ખતમ કરવાનો આદેશ આપ્યો છે.

મહામારીની શરૂઆતમાં જ્યારે તમામ દેશો કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યા હતા ત્યારે ઉત્તર કોરિયાએ પોતાને ત્યાં ઝીરો કોવિડ કેસનું ચોંકાવનારો દાવો કર્યો હતો. ઉત્તર કોરિયાએ ગયા વર્ષે એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું હતું કે તેણે આ જ મહિનામાં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં સંક્રમણનો એક પણ કેસ નહોતો નોંધાયો.જોકે, ઉત્તર કોરિયાના આ દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.નિષ્ણાતોનું કહેવું છે કે, કડક સેન્સરશિપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવવી અશક્ય છે.

વૃદ્ધને ઢોર માર મારનાર રાક્ષસી CID પોલીસ કોન્સ્ટેબલ તત્કાલ અસરથી સસ્પેન્ડ
રંગીલા થરૂર ફરી ફસાયા : લેખિકા ગીતાંજલિ શ્રી સાથે સ્ટ્રોબેરી શૅર કરી અને નેટીઝન્સે પોતાની હ્યુમર બતાવી
નવસારી સબજેલમાં મહીલા કેદી નું મોત
જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિરના અવશેષ મળ્યાના અહેવાલ, હિન્દુ પક્ષનો દાવો મજબૂત
કોંગ્રેસની યુવા મહિલાના ઘરમાંથી મળી આવ્યો દારૂનો બાર,આ વિડિઓએ ફોડ્યો ભાંડો
Share This Article
Facebook Email Print
Previous Article શ્રીલંકા કટોકટીઃ પૂર્વ પીએમ રાજપક્ષે દેશ નહીં છોડી શકે, કોર્ટે આપ્યો આદેશ
Next Article ડિમ્ડ યુનિ.નું સ્ટેટસ પાછુ કેમ ન લેવુ?વિદ્યાપીઠને UGCની શો કોઝ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up