– બોઈંગે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને વર્ક ફોર્સ ઘટાડવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી : અમેરિકાની વિમાન નિર્માતા કંપની બોઈંગે 12 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.કોરોના સંકટને કારણે વિમાન નિર્માણ કરતી કંપનીઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે.12000 કર્મચારીઓમાંથી 6,7720 કર્મચારીઓને આ અઠવાડિયે જ નોકરીમાંથી કાઢવામાં આવશે જ્યારે લગભગ 5,000 કર્મચારીઓની છટણી આગામી સપ્તાહ કરાશે.
બોઈંગમાં લગભગ 1,60,000 કર્મચારીઓ કામ કરે છે.કંપનીએ જણાવ્યું છે કે,તે પોતાના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરશે.બોઈંગના સીઈઓ ડેવિડ કૈલહોઉને કર્મચારીઓને જણાવ્યું છે કે,ગયા મહિના કરાયેલી કર્મચારીઓની છટણીની જાહેરાત હેઠળ અમે સ્વૈચ્છિક રીતે નોકરી છોડવા માટે કાર્યક્રમ ચલાવી રહ્યા હતા.હવે અમને તમને જણાવતા ખૂબ જ દુ:ખ થાય છે કે અમે કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય લીધો છે.
કંપનીના સીઈઓ જણાવ્યું કે,કર્મચારીઓને કંપનીમાંથી છૂટા થવા માટે વળતર સિવાય દરેક શકય મદદ કરવામાં આવશે.આ ઉપરાંત કર્મચારીઓને કોબરા હેલ્થ કેર કવર આપવામાં આવશે.કંપની તમામ આંતરરાષ્ટ્રીય ઓફિસોમાં પણ કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે.
કોરના વાયરસ મહામારીને કારણે વિમાન સેવા માર્ચ મહિનાથી સંપૂર્ણ રીતે બંધ છે.એરલાઈન્સના વિમાન ઉડાન ભરી રહ્યા નથી જેથી એરલાઈન્સ ભવિષ્યમાં નવા વિમાન જરૂર પડશે નહીં.જેનાથી કંપનીને ફટકો લાગી શકે છે.


