મુંબઇ તા.20 : બોગસ દસ્તાવેજોથી બાંગ્લાદેશી ભાજપના લઘુમતી એકમનો અધ્યક્ષ બની જતા આ મુદાને લઇને કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે એક વીડિયો ટવીટ કરીને એવો સવાલ કર્યો છે કે શું આ સંઘની જેહાદ છે ?
આ નાગરિક ભારતમાં ગેરકાયદે દસ્તાવેજોની સાથે રહેતો હતો.જેની ધરપકડ કરાઇ હતી.તપાસ દરમિયાન એ બાબત બહાર આવી હતી કે આ બાંગ્લાદેશી શખ્સ ઉતરી મુંબઇમાં ભાજપના માઇનોરીટી સેલના અધ્યક્ષ તરીકે કામ કરી રહયો હતો.આરોપીની ઓળખ રૂબેલ જોનુ શેખ તરીકે થઇ છે અને તેની વય 24 વર્ષ છે.
કોંગ્રેસના પ્રવકતા સચિન સાવંતે એવો કટાક્ષ કર્યો હતો કે શું આ જ ભાજપનો સંઘ જેહાદ છે ? તેણે એવો પણ વ્યંગ કર્યો હતો કે શું ભાજપના નાગરિકતા સંશોધન કાનુનમાં કોઇ અલગ જોગવાઇ કરાઇ છે ?