દેશમાં હવે નકલી પેઢીઓ ઉભી કરી બોગસ બિલો બનાવી ગેરરીતિ કરનારા ઈસમો સામે તંત્ર એ લાલ આંખ કરી છે અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ દેશભરમાં બોગસ પેઢીઓ ઉભી કરી બોગસ બિલો બનાવી કરોડોના વહેવારોના કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવા કૌભાંડીઓ ની યાદી બહાર પાડી આ યાદી પરથી ઇન્કટેક્સ ડિપાર્ટમેન્ટ તેમણે કરેલા કૌભાંડમાં ઇન્કમટેક્સની ચોરીની તપાસ ના ચક્રો ગતિમાન કરતા આવા તત્વો દોડતા થઈ ગયા છે.
ઇન્કમટેક્સ દેશના 7200 અને રાજ્યના 2200 જીએસટી કરદાતાની તપાસ કરવા કમરકસી છે.તંત્રએ જણાવ્યું કે,ડીપાર્ટમેન્ટ પ્રામાણિક કરદાતાનો આદર કરે છે,પણ જે લોકોએ સિસ્ટમ સાથે ચેડાં કરી કૌભાંડ કર્યું છે તેવાં લોકોને છોડીશું નહીં.જે લોકો સિસ્ટમ સાથે રમત રમી રહ્યાં છે તે લોકો છટકી શકશે નહીં. તાજેતરમાં ઇ-કોમર્સ કંપનીએ પણ મેને પાવર એજન્સી પાસેથી ખોટા બિલો લઇ ખર્ચ બતાવ્યો હતો. જે જીએસટીની ટીમે ઝડપી પાડ્યું હતું.આમ આવા લોકોને ઝડપી પાડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કમર કસી રહ્યું છે.ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે વેચાણ રકમ કરતા વધારે પેનલ્ટીની જોગવાઇ રહી છે.આમ જીએસટી કૌભાંડ કરનાર લોકોના ડેટા લઇને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને હવાલા દ્વારા ઈન્કમટેક્સની કરવામાં આવેલી ચોરી પકડશે.