મુંબઈ : મુંબઈ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કના ડિરેક્ટર પદે મજૂર સમાજના કથિત બોગસ સભ્યપદ પરથી નિયુક્તિ મેળવવાના કેસમાં ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકર સામે પોલીસે શુક્રવારે આરોપનામું દાખલ કર્યું હતું.
૯૦૪ પાનાંના આરોપનામામાં પ્રવીણ દરેકર ઉપરાંત તેમના બે સાથીદાર પ્રવીણ મરગજ અને શ્રીકાંત કદમનો પણ સમાવેશ થાય છે, એમ આરએ માર્ગ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઈન્સ્પેક્ટર રાજેશ પવારે જણાવ્યું હતું.દરમ્યાન પોલીસે દરેકરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમા ંપણ આજે બોલાવ્યા હતા.
આ પ્રકરણે પોલીસે ત્રણ પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેક્ટર, સરકારી કર્મચારીઓ અને કેટલાંક બેન્ક કર્મચારીઓ સહિત ૨૯ જણના નિવેદન રેકોર્ડ કર્યા છે.આમ આદમી પાર્ટીના નેતા ધનંજય શિંદેએ કરેલી ફરિયાદને આધારે કેસ નોંધાયો હતો.દરેકરે પતાને મજૂર તરીકે નોંધણી કરાવીને આ નોંધણીનો ઉપયોગ ચૂંટણીઓ લડવા કર્યો હતો અને ૧૦ વર્ષ માટે ચેરમેનના પદે રહ્યા હતા.બોમ્બે હાઈ કોર્ટે દરેકરને ૧૨ એપ્રિલે ધરપકડ સામે રક્ષણ આપ્યું છે.