By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોટાદ જિ. સેવા સદનને પ્રતિબંધિત વિસ્તાર તરીકેનું જાહેરનામુ અમલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બોટાદ જિ. સેવા સદનને પ્રતિબંધિત વિસ્તાર તરીકેનું જાહેરનામુ અમલી
GeneralGujarat Now

બોટાદ જિ. સેવા સદનને પ્રતિબંધિત વિસ્તાર તરીકેનું જાહેરનામુ અમલી

HM News
Last updated: 07/05/2022 7:11 AM
HM News
3 years ago
Share
SHARE

બોટાદ : બોટાદ જિલ્લા સેવા સદનની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા તેમજ જિલ્લાના તાલુકા સેવા સદન કે મામલતદાર કચેરીઓના વિસ્તાર માટે પ્રતિબંધિત ફરમાવતુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.બોટાદ જિલ્લા સેવા સદનમાં જિલ્લાના તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારો, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ માંગણી તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે.વિવિધ કચેરીઓ પાસેની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારો અને આ સંસ્થાઓના પ્રતિનિધિઓ કલેકટર કચેરીના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરતા હોય જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યાને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે.જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યકિતગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યકિતગત જાન માલને નુકશાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલ હોય, સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને આગામી તા.૩.૭ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.તેમજ બોટાદ જિલ્લાના વિવિધ તાલુકા સેવા સદન,મામલતદાર કચેરીઓના વિસ્તારને તા.૩.૭ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ બંને જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે.

પ્રવાસી મજૂરો પર કોંગ્રેસ-ભાજપાનું રાજકારણ : યુપી-રાજસ્થાન બોર્ડર પર કોંગ્રેસે મોકલી પ૦૦ બસો
વલસાડ નગરપાલિકા સામાન્ય સભામાં મહિલાઓ શૌચાલયનો ડબ્બો લઈ ઘૂસી જતાં હંગામો
ભાજપ નેતાનો પુત્ર નાપાસ હોવા છતાં પાસ કરી દેવાયો !
દક્ષિણ ભારતમાં ચાલી રહેલા વાવાઝોડાની સુરત ટેક્સટાઇલ માર્કેટ પર ભારે અસર, વેપારીઓ ચિંતિત
બાઈડને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article અડતાળાની વાડીના મકાનમાં ચાલતા જુગારધામમાંથી 10 જુગારી ઝડપાયા
Next Article ચિત્રા જીઆઈડીસીમાં સરકારી અનાજ ભરેલો ટ્રક મળી આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up