બોટાદ: શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને સર્વોદય બેન્કના ચેરમેન વિનુ સોની દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવી રહયું છે.વિનુ સોની દ્વારા બોટાદના પ્રતિબંધિત વિસ્તારમાંથી લોકોના બહાર કાઢવાનો વીડિયો વાયરલ થયો છે.આ વીડિયો બોટાદના વોર્ડ નંબર-9 વિસ્તારનો છે.જ્યાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.જેને લઇ આ વિસ્તાર સીલ છે.ત્યારે આ જ વિસ્તારમાંથી બોટાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિનુભાઇ સોની લોકોને બહાર કાઢી રહ્યાં છે અને તંત્ર દ્વારા આપવામાં આવેલા પાસનો દુરુપયોગ કરી રહ્યાં છે જેને લઇ પોલીસે વિનુભાઈ સોની સામે ફરિયાદ નોંધી છે.જો કે આ પહેલી ઘટના નથી સતત નેતાઓ દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરવાની ઘટના સામે આવી રહી છે.ત્યારે શું નેતાઓ માટે કોઇ નિયમ નથી અને આવા લોકો સામે કડક કાર્યવાહી કેમ નથી કરાતી તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.