By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બોપલમાં DJના તાલે ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, પણ SPએ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > બોપલમાં DJના તાલે ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, પણ SPએ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો
AhmedabadGeneralGujarat Now

બોપલમાં DJના તાલે ગરબા રમી પોલીસે કાયદાનો ભંગ કર્યો, પણ SPએ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો

HM News
Last updated: 06/04/2020 12:27 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદમાં કોરોના વાયરસના ખતરાની ઘંટી વાગી ગઈ છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ પોલીસ લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેના માટે બનતા તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે રવિવારે મોડી રાત્રે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા તેમના જ બનાવેલા નિયમોનું સરેઆમ ભંગ કર્યું હતું. બોપલ વિસ્તારની એક સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, તેમાં PI પોતે અને તેમના સ્ટાફે ડીજેના તાલે ગરબા રમ્યા હતા.

આ ઘટના મુદ્દે હાલ મોટું એક્શન લેવામાં આવ્યું છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના PI અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI અનિલા બ્રહ્મભટ્ટને ગ્રામ્ય SPએ સસ્પેન્ડ કરતા એક મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે, પછી ભલે તો શહેરનો નાગરિક હોય કે પોલીસ તંત્રમાં હોય. તમને જણાવીએ કે રવિવારે રાત્રે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલાબેન બ્રહ્મભટ્ટ તેમજ તેમની પોલીસ ટીમ ડીજેના તાલે ગરબા રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ મોટો હોબાળો સામે આવ્યો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેનું ચુસ્તપાલન કરવા માટે શહેરમાં 144 કલમ લગાવવામાં આવી છે. આ કલમમાં 4થી વધુ લોકો ભેગા થઈ શકે તેમ નથી તેમ છતાં અમદાવાદના કેટલાંક વિસ્તારોની સોસાયટીઓમાં ડીજે જેવી પાર્ટીઓમાં લોકો ભેગા થાય છે. આવા સમયમાં લોકોને ભેગા ન થાય તેની ધ્યાન રાખવાના બદલે પોતાના જ બનાવેલા નિયમોનું સરેઆમ ઉલ્લંધન કરીને બોપલ પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમ જ 15 જેટલા પોલીસ કર્મચારીઓ ગરબે ઝૂમતા દેખાયાં હતાં.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બોપલ વિસ્તારની એક સોસાયટીના લોકોને મનોરંજન મળી રહે તે માટે સોસાયટીની અંદર એક ગુજરાતી ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા હતા. તે ગાયક કલાકાર સોસાયટીના ગાર્ડનમાં લાઉડ સ્પીકર પર ગરબા ગાઈ રહ્યાં હતાં જ્યારે પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, મહિલા પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ ટોળું વળીને ગરબા રમ્યાં હતાં.

હાલ આ તમામ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થઈ રહ્યો છે. એક બાજુ શહેરમાં પોલીસ લોકો પાસે જાહેરનામાનું પાલન કરાવવા પ્રયાસો કરી રહી છે બીજી તરફ ખુદ પોલીસ જ તેના જાહેરનામાનું ઉલ્લંઘન કરી રહી છે. તેવા સમયમાં પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શહેરમાં ઘણી વખત એક નાગરિકને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જતા હોય ત્યારે તેને રોકીને અનેક સવાલો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમનો સ્ટાફ જ કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલું વ્યાજબી છે. આ ઘટના બાદ લોકમુખે અનેક ચર્ચાઓ ચાલી હતી. ત્યારબાદ આ ઘટના અહેવાલોમાં ચમક્યા બાદ ગ્રામ્ય એસપી દ્વારા મોટું એક્શન લઈને પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ફરી શ્રધ્ધા હત્યાકાંડ જેવી ઘટના : મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા,બે આરોપીની ધરપકડ
એપીએમસીમાં આફૂસ કેરીની 90 હજાર પેટીની આવક, ભાવ અડધોઅડધ ઘટયા
૭ કરોડનો ક્રિકેટ સટ્ટાનો આઇ.ડી. મેળવી જુગાર રમાડવાના કેસમાં વધુ ૬ આરોપીઓ પકડાયા
દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક, છેલ્લા બે દિવસમાં 84% કેસ ઓમિક્રોનના નોંધાયા
વેક્સિન મામલે જલ્દી સારા સમાચાર આપીશુંઃ ટ્રમ્પ
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં તબલીગી જમાતનાં કાર્યક્રમને કોણે આપી હતી મંજૂરી? શરદ પવારે ઉઠાવ્યો સવાલ
Next Article દીવા પ્રગટાવવાની જગ્યાએ ભાજપની મહિલા નેતાએ કર્યુ ફાયરિંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up