મુંબઈ : શિવસેનાના એકનાથ શિંદે અને અન્ય ૩૮ બળવાખોર વિધાનસભ્યોને મહારાષ્ટ્રમાં પાછા બોલાવીને જનપ્રતિનિધિ તરીકેની તેમની ફરજ બજાવવાનો નિર્દેશ ઈચ્છતી જનહિત અરજી રાજ્યના સાત નાગરિકોએ હાઈ કોર્ટમાં કરી છે.બળવાખોરો તેમનું કામ અવગણી રહ્યા હોવાથી નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે.તાકીદની સુનાવણી માટેની અરજી વાંચ્યા બાદ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.મુખ્ય ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યા.કર્ણિકની બેન્ચ સમક્ષ સોમવારે અરજી મેન્શન કરવામાં આવી હતી.કોર્ટને જાણ કરાઈ હતી કે નાગરિકોના મૂળભૂત અધિકારને ધ્યાનમાં ંલેવાની દાદ મગાઈ છે અને ગુવાહાટીમાં અન્ય પ્રધાનો સાથે કોમ્પિંગ કરી રહેલા એકનાથ શિંદેને રાજ્યમાં પાછા ફરીને કામ શરૃ કરાવાનો નિર્દેશ આપવાની વિનંતી કરવામાં આવી છે.
પ્રધાનોની ઈરાદાપૂર્વકની ગેરહાજરીથી નાગરિકોના અધિકારોનો ભંગ થાય છે ખાસ રીને ચોમાસામાં પાણી પુરવઠા જેવા ખેડૂતોના અને શહેરી મુદ્દાઓ સંબંધી સમસ્યા અવગણાઈ રહી છે.શિંદે અને અન્ય પ્રધાનો સામે તેમની ફરજને અવગણવા બદલ અને શિંદેને ટેકો આપીને જનઅધિકાર અને સુશાસન પ્રત્યે અનાદર કરીને અનૈતિકતા દર્શાવવા બદલ યોગ્ય પગલાં લેવામાં આવે એવી જનહિત અરજીમા ંમાગણી કરવામાં આવી છે.વિધાનસભ્યો દ્વારા લેવાયેલા પગલાં તેમના અંગત સ્વાર્થ માટે છે અને બંધારણીય ફરજ અનુસારના નથી.નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટેનું વિસ્તૃત નિયોજન સુપરત કરવાનો નિર્દેશ રાજ્ય સરકારને અપાવાની દાદ પણ અરજીમાં માગવામાં આવી છે.


