નવી દિલ્હી : દેશમાં ચીનની વસ્તુઓના બહિષ્કાર અને ચીન વિરોધી માહોલની વચ્ચે સામાચાર મળ્યા છે કે ચીનની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ આઈસીઆઈસીઆઈમાં હિસ્સેદારી ખરીદી છે.જો કે નિષ્ણાંતોના મતે આનાથી દેશહિતને કોઈ જોખમ નથી.
ગયા વર્ષ માર્ચ મહિનામાં કેન્દ્રીય બેંકે એચડીએફસીમાં પોતાનું રોકાણ વધાર્યું હતું.પીપલ્સ બેંક ઓફ ચાઈના મુચ્યુઅલ ફંડ,વીમા કંપની સહિત 357 ઈન્સ્ટીસ્ટયૂશનલ ઈન્વેસ્ટર્સમાં સામેલ છે જેમણે હાલમાં જ આઈસીઆઈસીઆઈ બેંકની ક્યૂઆઈપી ઓફરમાં 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
ચીનની કેન્દ્રીય બેંકે આઈસીઆઈસીઆઈમાં 15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવ્યુ છે.અન્ય વિદેશી રોકાણકારોમાં સિંગાપોરની સરકાર,મોર્ગન ઈન્વેસ્ટમેન્ટ, સોસાઈટે જનરાલે સામેલ છે.