યુકે, તા. 20 માર્ચ 2022 રવિવાર : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનુ કહેવુ છે કે તેમણે યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાનની વચ્ચે વોલોદિમીર જેલેંસ્કી અને તેમના પરિવારને બ્રિટનમાં શરણ આપવાની રજૂઆત કરી હતી.
જોનસને જણાવ્યુ કે જેલેંસ્કી સાથે તેમની નિયમિત વાતચીત થાય છે અને તે ખૂબ સારા વ્યક્તિ છે,તે એક પ્રેરણા પણ સાબિત થયા છે.રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલુ છે.ના રશિયન સેના પીછે હટવા તૈયાર છે અને ના યુક્રેન હાર માનવા રાજી છે.એવામાં આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે,એ કહેવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યુ છે.
રશિયન હુમલામાં યુક્રેન સમગ્ર રીતે તબાહ થઈ ચૂક્યુ છે અને ત્યાં લાખો લોકો બેઘર થઈ ગયા છે.યુક્રેની લોકો બીજા દેશોમાં શરણ લેવા મજબૂર થઈ ગયા છે.ત્યાં બીજી તરફ યુદ્ધને ખતમ કરવાના પ્રયત્ન ચાલુ છે અને રશિયન પક્ષ તેમજ યુક્રેન પક્ષ બંને સમાધાન માટે વાતચીત કરી રહ્યા છે.
યુક્રેનના પ્રમુખ શહેરોને ઘેરવામાં લાગ્યુ રશિયા: બ્રિટન
બ્રિટનના રક્ષા મંત્રાલયે કહ્યુ કે રશિયાની સેના સતત યુક્રેનના કેટલાક પ્રમુખ શહેરોને ઘેરવામાં લાગી છે.રશિયન સેનાએ રહેવાસી વિસ્તાર પર ફાયરીંગ કરી દીધુ છે.આ કારણે મોટા પાયે નુકસાન થયુ છે અને જાનહાનિની સંખ્યા વધી છે.


