આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે.તેમાં કરીના કપૂર ખાન અને નાગા ચૈતન્ય પણ મુખ્ય ભૂમિકામાં છે.બોલીવુડ પર સાધ્વી પ્રાચીની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.રિલીઝ માટે તૈયાર આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર લાલ સિંહ ચડ્ઢા ફિલ્મને નેટીઝન્સની આકરી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી રહ્યો છે.સોશિયલ મીડિયા પર જે રીતે ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેનાથી આમિરની ઉંઘ ઉડી ગઈ છે.તેઓ સ્પષ્ટતા આપતા લોકોને ફિલ્મ જોવા માટે સતત વિનંતી કરી રહ્યા છે.તેવામાં બોલીવુડ પર સાધ્વી પ્રાચીની પણ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ સામે આવી છે.
फ़रमानी नाज़ ने जब भोलेबाबा पर भजन गाया तो फतवा जारी हो गया – आमिर-करीना चाहते हैं की हिन्दू उनकी फिल्म लाल सिंह चड्ढा देखें – तुम एक भजन नहीं सुन सकते और हम पूरा फिल्म देखेंगे – ये नही चल सकता है। लाल सिंह चड्ढा का बहिस्कार करो – जय भोले नाथ हर हर महादेव शिव शम्भू pic.twitter.com/CkCJihRTgb
— Sadhvi Prachi (@Sadhvi_prachi) August 2, 2022
સાધ્વી પ્રાચીએ તેમના એક ટ્વીટમાં શિવ ભજન ગાવા માટે કટ્ટરપંથીઓ અને ઉલેમાઓના નિશાના પર આવેલી ફરમાની નાઝનો પણ ઉલ્લેખ કર્યો છે.સાધ્વીએ ટ્વીટ માં કહ્યું છે કે,જયારે જ્યારે ફરમાની નાઝે ભોલેબાબા પર ભજન ગાયું તો તેના પર ફતવો જાહેર કરવામાં આવ્યો.અને આમિર-કરિના ઈચ્છે છે કે હિંદુઓ તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા જુએ.તમે એક ભજન સાંભળી શકતા નથી અને અમે આખી ફિલ્મ જોઈશું એમ? આવું અહીં ચલાવી લેવામાં આવે.લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરો.
"लाल सिंह चड्डा" देखने की बजाय एक चड्डी लेकर रणवीर भिखारी को डोनेट करे..
बॉलीवुड इतने नीच स्तर पर आ गया है , इनकी फिल्में देखना बंद कीजिए
— Sadhvi Prachi (@Sadhvi_prachi) August 1, 2022
બોલિવૂડના હિન્દુફોબિયા અને આ ફિલ્મના વિરોધમાં સાધ્વી સતત અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.આ પહેલા એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, લાલ સિંહ ચઢ્ઢાને જોવાને બદલે રણવીર ભિખારીને ચડ્ડી દાન કરો.બોલિવૂડ આટલા નીચા સ્તરે આવી ગયું છે.તેની ફિલ્મો જોવાનું બંધ કરો. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે તાજેતરમાં એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.આના વિરોધમાં ઈન્દોરમાં પણ લોકોએ તેમના માટે કપડા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડ સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.તેમાં કરીના કપૂર ખાન અને નાગા ચૈતન્ય પણ મુખ્ય ભૂમિકામાં છે.અગાઉ આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ના ડરને કારણે આમિર ખાનની ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી હતી.હવે 11 ઓગસ્ટે આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની રક્ષા બંધન સાથે થશે.
તાજેતરમાં આમીર ખાને ફિલ્મના બહિષ્કાર અંગે કહ્યું હતું કે, જ્યારે લોકો બોલિવૂડ અને લાલ સિંહ ચઢ્ઢાના બહિષ્કારની વાત કરે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે.ખાસ કરીને જ્યારે લોકો મારી ફિલ્મોનો બહિષ્કાર કરવાની માંગ કરે છે કારણ કે તેમને લાગે છે કે હું એવા લોકોની યાદીમાં છું જે ભારતને પસંદ નથી કરતા.પરંતુ આ સાચું નથી.તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો આવું વિચારે છે.તેવું કશુંજ નથી.મહેરબાની કરીને મારી ફિલ્મનો બહિષ્કાર કરશો નહીં.કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.