બૌદ્ધ લોકોની ધાર્મિક સ્વતંત્રતા પર ચીને ફરીથી હુમલો કર્યો છે.આ વખતે તિબેટવાસીઓને લ્હાસામાં ધાર્મિક મહિના ‘સગા દાવા’ દરમિયાન કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન કરવા પર રોક લગાવવામાં આવી છે.એક મીડિયા અહેવાલ પ્રમાણે 9 મે ના રોજ લ્હાસા સિટી બૌદ્ધ સંગઠનને મોકલવામાં આવેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે,
બુધવારથી શરૂ થઈ રહેલા તિબ્બતી કેલેન્ડરના ચાર મહિનામાં કોઈ પૂજા-પાઠ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે.
બૌદ્ધો માટે આ સમયગાળો પવિત્ર માનવામાં આવે છે.જોકે આ પ્રતિબંધ કોરોના મહામારીને ધ્યાને લઈને લેવામાં આવ્યો હોવાનું કેહવામાં આવી રહ્યું છે.પરંતુ આંતરરાષ્ટ્રીય કેમ્પેઈન ફાર તિબ્બતનું કહેવું છે કે આનો સાચો ધ્યેય તિબ્બતીઓની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવાનો છે.
ગત સપ્તાહે ચીનમાં ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં જણાવાયું છે કે શાસક ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CPP) કહે છે કે નાગરિકોને સામાન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે પરંતુ સામાન્ય શબ્દની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ન હોવો જોઈએ.
હકીકતમાં ચીન માત્ર તિબેટના લોકો પર અતિરેક નથી કરી રહ્યા,પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં ઉઈગર મુસ્લિમો પર પણ જુલ્મ કરી રહ્યા છે.હાલમાં જ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, શિનજિયાંગમાં વર્ષ 2017થી 2019 સુધીના સનસંખ્યાના આંકડાઓમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.ચીને આ પ્રાંતમાં લાખોની સંખ્યામાં રહેનારા ઉઈગર મુસ્લિમો માટે યાતના શિબિર બનાવી રાખ્યા છે.


