બેંગકોક, તા. 19. માર્ચ. 2022 શનિવાર : થાઈલેન્ડમાં બનેલી એક આશ્ચર્યજનક ઘટનામાં એક બૌધ્ધ સાધુને ચાર કરોડ રુપિયાની લોટરી લાગ્યા બાદ તેણે પૈસા દાન કરવાનુ શરુ કરી દીધુ છે.
મળતી વિગતો પ્રમાણે થાઈલેન્ડના ઉત્તરમાં આવેલા નખોમ ફનોમ નામના રાજ્યમાં 47 વર્ષીય સાધુ ફ્રા ક્રુ ફનોમને તાજેતરમાં 18 મિલિયન બાથ એટલે કે ચાર કરોડ રુપિયાની લોટરી લાગી હતી.
હવે તેમણે આ પૈસા દાનમાં આપવાનુ શરુ કરી દીધુ છે.તેમનુ કહેવુ છે કે,આમ તો હું લોટરીની ટિકિટ નથી લેતો.કારણકે એક સાધુ તરીકે મારે કોઈ પણ જાતના જુગારને પ્રોત્સાહન આપવુ જોઈએ નહીં પણ એક દુકાનદારને મદદ કરવા માટે મેં લોટરીની ટિકિટ ખરીદી હતી.
ફનોમનુ કહેવુ છે કે, હવે લોટરી લાગી છે પણ આ રકમ તો દેવદૂતોની છે અને એટલે મારે આ પૈસા રાખવા નથી.જેના પગલે તેમણે હજારો સ્થાનિક લોકોને 200-200 બાથ દાન કરવા માંડ્યા છે.
એ પછી તેમની પાસે લોકોની લાઈન લાગવા માંડી છે.ફનોમ એક મંદિરમાં સેક્રેટરી છે.એટલે મંદિરમાં પૈસા લેવા આવવા માટે લોકોની ભીજ જામી રહી છે.અત્યાર સુધીમાં તેમણે 34 લાખ રુપિયા દાનમાં આવી દીધા છે અને તેમનુ કહેવુ છે કે,હું તમામ પૈસા દાનમાં જ આપી દેવા માંગુ છું.
લોકોની લાઈનો પડી રહી હોવાથી તંત્રને પણ અહીંયા ભીડ નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા કરવી પડી છે.મોન્ક ફનોમે કહ્યુ હતુ કે,દેવદૂતોએ મને આશીર્વાદ આપ્યો હોવાથી હું લોટરી જિત્યો હતો.દેવદૂતોના આદેશ પ્રમાણે હું હવે આ પૈસામાંથી લોકોની મદદ કરી રહ્યો છું.


