બ્રાઝિલની મોડેલ બિકનીની તસ્વીરને લાઇક કરવાથી ક્રિશ્ચન સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાંસિસ વિવાદમાં સાપડાયા છે.જો કે પોપ ફ્રાંસિસ દ્વારા લાઇક કરવાના વિવાદથી પોપના એકાઉન્ટમાંથી બિકનીની તસ્વીર અને લાઇકને ડિલીટ કરવામાં આવ્યા છે.જો કે આ બાબતથી પોપને દુનિયા ભરના લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આ બાબતને બ્રાઝિલની મોડેલ બિકનીએ મજાક તરીકે લીધી હતી અને કહ્યું હતું કે હવે તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે.નતાલિયા ગૈરીબોટો નામની આ મોડેલની તસ્વીર પોપ સિવાય લગભગ 1 લાખ 33 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.પોપે હાલમાં તેના એકાઉન્ટમાંથીઆ તસ્વીર તો હટાવી દીધી છે પરંતુ તેના સ્ક્રિનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.