અમદાવાદ,તા.૨૫
બોપલ વિસ્તારમાં આવેલા બ્રિજ નીચેથી સોમવારે સાંજે બોપલ પોલીસને પાંચ વર્ષનું બાળક મળી આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા તેનું નામ ભુરિયા કાલિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ક્યાં રહે છે તેમ પૂછતાં આંબાવાડી વિસ્તારનું કહ્યું છે. જેથી પોલીસ તેને આંબાવાડી પણ લઈ ગઈ હતી. પરંતુ પોલીસને તેના કોઈ પરિવાર કે વાલી વારસ મળી આવ્યા ન હતા. પોલીસને સાંજે મળી આવતાં હેડ કોન્સ્ટેબલ યશવતસિંહ બાળકને તેમની ઘરે લઈ ગયા હતા. જ્યાં તેને નવડાવી અને નાસ્તો કરાવ્યો હતો.
ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશન લાવી ઘર અને માતા-પિતા વિશે પૂછયું હતું. જો કે બાળક કશું સ્પષ્ટ કહી શકતો ન હતો. બોપલ પીઆઈ એ.એમ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે બે દિવસથી બાળક મળી આવ્યું છે. તેના વાલી વારસની શોધખોળ ચાલુ છે. મા બાપ વિશે માહિતી મળે તો બોપલ પોલીસ સ્ટેશન ૦૨૭૧૭૨૪૩૧૦૧નો સંપર્ક કરવો.
બ્રિજ નીચેથી મળી આવેલ ૫ વર્ષીય બાળકને કોન્સ્ટેબલે ઘરે સાચવ્યો
Leave a Comment