– જંગાના કારણે કોરોના ફેલાયો છે : ચીનનું વધુ એક જૂઠાણું
– બ્રિટનમાં એક જ દિવસમાં 41,278 નવા કેસ નોંધાયા કડક લોકડાઉન છતાં રશિયામાં કોરોના મહામારી વકરી
લંડન, મોસ્કો : કોરોનાનો આતંક હજુ પણ વિશ્વના કેટલાંક દેશોમાં યથાવત રહેવા પામ્યો છે. બ્રિટન અને રશિયામાં આ વાઇરસે હાહાકાર મચાવી દીધો છે કેમ કે બ્રિટનમાં એક જ દિવસમાં 41278 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 90 લાખને પાર કરી ગયો છે જ્યારે રશિયામાં પણ એક જ દિવસમાં નવા 40993 કેસ નોંધાતા સ્થિતિ અંકુશ બહાર નીકળી ગઇ છે.
એક સમાચાર સંસ્થા દ્વારા બહાર પડાયેલા અહેવાલ અનુસાર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 24.63 કરોડ ઉપર પહોંચી ગઇ છે અને આ મહામારીના કારણે મરનારા વલોકોની સંખ્યા 49.90 લાખ કરતા વધુ થઇ ગઇ છે.કોરોનાથી સંક્રમિત થનારા 4,59,49,951 લોકો અને 7,45,665 મૃતકોની સંખ્યા સાથે સૌથી ખરાબ રીતે પ્રભાવિત થનારા દેશોમાં અમેરિકા સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે આવે છે.દરમ્યાન ચીનમાં પણ કોરોનો ફરીથી માથું ઉંચક્યું છે, કેમ કે છેલ્લા 15 દિવસમાં તેના 14 રાજ્યોમાં ખુબ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા હતા.
જો કે કોરોના વાઇરસની ઉત્પત્તિ માટે વિશ્વભરમાં બદનામ થઇ ચૂકેલા ચીને પોતાના ઉપર મૂકાયેલા આરોપમાંથી બચવા નવુ જૂઠાણુ ચલાવ્યું હતું કે બ્રાઝિલના બીફ (ગાયનું માંસ),સાઉદી અરેબિયાની જિંગા માછલી અને અમેરિકાના લોબસ્ટર (કરચલા)થી કોરોના વાઇરસ ફેલાઇ રહ્યો છે.જો કે તેનું આ જૂઠાણુ દુનિયાના કોઇ દેશના ગળે ઉતરે તેમ નથી.
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 41278 નવા કેસ નોંધાયા હતા અને 166 લોકોના મોત થયાં હતા, તે સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 90 લાખને પાર થઇ ગઇ હતી.બ્રિટનમાં અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે 1,40,558 લોકોના મોત થયા હતા.બ્રિટનની વિવિધ હોસ્પિટલોમાં હજુ પણ કોવિડ-19ના 8983 એક્ટિવ કેસ છે.
રશિયાની સરકારે ્ત્યંત કડક લોકડાઉન લાદી દીધું હોવાં છતાં રવિવારે એક જ દિવસમાં 40,993 નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ આંકડો શનિવારે નોંધાયેલા કેસોની તુલનાએ 700 વધુ હતો.રશિયામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 1158 લોકોના મોત નોંધાયા હતા.
બીજીબાજુ ચીનમાં પણ કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું છે કેમ કે છેલ્લા 15 દિવસમાં તેના 14 રાજ્યોમાં નવા કેસોની સંખ્યા ખુબ જ ઝડપથી વધવા માંડી છે.વુહાનમાંથી કોરોના વાઇરસનો ઉદભવ થયો હતો તે વાસ્તવિકતાને સતત નકારી રહેવી ચીનની સરકારની માલિકીનું મીડિયા હવે એવું જૂઠાણું ચલાવી રહ્યું છે કે સાઉદી લઅરેબિયાની જિંગા માછલી અને બ્રાઝિલના બીફના કારણે વિશ્વબરમાં આ મહામારી ફેલાઇ હતી.