– યુક્રેન ઉપર રશિયાના હુમલાથી બ્રિટન વ્યથિત છે અને માનવીય રીતે દરેક પ્રકારની સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે એમ નિવેદન આપતા સાંસદ પ્રીતિ પટેલે આજે વધારે જાહેરાતો કરી હતી પણ યુક્રેનના નાગરીકો માટે બ્રિટનમાં પ્રવેશ માટે વિઝાના દરેક નિયમોમાંથી મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે યુક્રેનના નાગરીકો માટે વિઝાની શરતો હળવી કરવામાં આવી છે અને તેમના વિઝામંજુર કરવાની પ્રક્રિયા અને તેના માટે માણસોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.લગભગ એક લાક નાગરિકો યુક્રેન આવી શકે છે.તેમણે જણાવ્યું હતું કે બ્રિટનમાં રહેતા યુક્રેનના નાગરીકોના કુટુંબીજનોની મુલાકાત માટે અત્યારે ૧૨ મહિના બ્રિટીશ વસવાટ ફરજીયાત છે જે મર્યાદા હટાવી નખવામાં આવી છે.અહી વસવાટ કરતા નાગરીકોની વિઝાની મુદ્દત વધારવામાં આવી છે પણ વિઝાની દરેક પ્રક્રિયામાંથી મુક્તિ આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.
“કેટલાક વિરોધ પક્ષના સાંસદની માંગણી છે કે દરેકને વિઝામાંથી મુક્તિ મળે પણ એ શક્ય નથી.આપણા દેશની સુરક્ષાનો સવાલ છે અને તેમની સાથે કટ્ટરપંથી પણ બ્રિટન આવી શકે છે.દરેક નાગરિકની બાયોમેટ્રિક અરજી જ સ્વીકારવામાં આવશે અને તેમાં કોઈ મુક્તિ મળશે નહી,” એમ પ્રીતિ પટેલે જણાવ્યું હતું.