– અયોધ્યામાં જમીનના સોદા સાથે સંકળાયેલા લોકો ‘ચંદાજીવી’: સુરજેવાલા
નવી િદલ્હી : અયોધ્યામાં જમીનના બીજા સોદામાં ‘કૌભાંડ’નો મામલો પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસે તરત જ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે.તેણે કહ્યું છે કે તે આવી લૂટ અને નફાખોરીને છૂટોદોર આપી રહી છે.તેણે આને ‘રામદ્રોહ’ ગણાવ્યો છે અને તેમાં સામેલ લોકોને ‘ચંદાજીવી’ કહ્યું છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જમીન ખરીદીની સમગ્ર પ્રક્રિયા તેમજ ભક્તો દ્વારા અપાયેલા નાણાંના ઓડિટની જવાબદારી સુપ્રીમ કોર્ટ અને વડાપ્રધાનની છે.
સુપ્રીમ કોર્ટના આદેશને આધારે જ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.” કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, “જમીનનો બીજો સોદો દીપનારાયણ અને ટ્રસ્ટ વચ્ચે થયો છે.દીપનારાયણ ભાજપનો સક્રિય સભ્ય અને અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયનો ભત્રીજો છે. તેણે બહુ ઓછા ભાવે જમીન ખરીદી તગડા નફો લઈ સોદો તેનું વેચાણ કર્યું હતું.” કોંગ્રેસે જણાવ્યું હતું કે, “આ મુદ્દે મહંત ન્રિત્ય ગોપાલદાસ સાથે ચર્ચા કરવામાં આવી ન હતી.” પહેલો વિવાદ સપાટી પર આવ્યો ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે મંદિરના જમીન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોને પગલે નિવેદન જારી કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, “ટ્રસ્ટ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ મંદિરની ભવ્યતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.ઉપરાંત, કોમ્પ્લેક્સને તમામ રીતે સુરક્ષિત અને મુલાકાતીઓ માટે સાનુકૂળ બનાવવા પણ કામ ચાલુ છે.” રણદીપ સુરજેવાલાએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, “ટ્રસ્ટની રચના સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કરવામાં આવી છે અને કોર્ટે સમસ્યાની તપાસ કરવી જોઇએ.”

