મુરાદાબાદ : તા.09 જૂન 2022,ગુરૂવાર : ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા અને વિધાન પરિષદ (MLC)ના સભ્ય લાલ બિહારી યાદવ(Lal Bihari Yadav) વિરુદ્ધ મુરાદાબાદના કંઠ પોલીસ સ્ટેશનમાં ભગવાન શિવ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.બજરંગ દળના કાર્યકરોએ સમાજવાદી પાર્ટી નેતાની ટિપ્પણી અંગે ફરિયાદ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે.
યાદવ પર ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 153A અને 153B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આરોપ છે કે,એક કથિત વીડિયોમાં MLC યાદવે શિવલિંગ અને ભગવાન શિવ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે.
બજરંગ દળના નેતાઓએ ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો હતો કે,લાલ બિહારી યાદવે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.તમને જણવી દઈએ કે,આ નવો વિવાદ હાલમાં ચાલી રહેલા જ્ઞાનવાપી વિવાદ વચ્ચે આવ્યો છે.જ્યાં હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે,સર્વેક્ષણ દરમિયાન મસ્જિદના પરિસરમાં એક’શિવલિંગ’મળી આવ્યું હતું. આવી જ એક ઘટનામાં BJP નેતા નુપુર શર્માને ટીવી શો દરમિયાન કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


