By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ બનાવી શું સાબીત કરવા માંગે છે પઠાન? બોયકોટ ટ્રેન્ડ જોશમાં ..
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ બનાવી શું સાબીત કરવા માંગે છે પઠાન? બોયકોટ ટ્રેન્ડ જોશમાં ..
GeneralNational

ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ બનાવી શું સાબીત કરવા માંગે છે પઠાન? બોયકોટ ટ્રેન્ડ જોશમાં ..

HM News
Last updated: 14/12/2022 7:38 AM
HM News
3 years ago
Share
SHARE

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન નવી ફિલ્મ પઠાન પર બેન લગાવાની માંગ ઝડપથી વધી રહી છે.ફિલ્મનું નવુ ગીત બેશરમ રંગ હાલમાં જ લોન્ચ થયું છે જેમાં સોશિયલ મીડિયા પર લોકો તીખી પ્રતિક્રીયા આપી રહ્યા છે.લોકોની નારાજગીનું મુખ્ય કારણ દીપીકા પાદુકોણે પહેરેલા કપડાનો રંગ છે.નેટીઝન્સ શાહરુખ પર જાણીજોઈને ભગવાનું અપમાન કરી રહ્યો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

તાજેતરમાં જ ફિલ્મનું ‘બેશરમ રંગ’ પહેલું ગીત રિલીઝ થયું હતું.આ ગીત રિલીઝ થયા બાદ ફરી એકવાર ફિલ્મના બહિષ્કારની માંગ ઉગ્ર બની છે.ગીતના કેટલાક સીન્સમાં દીપિકા ભગવા રંગની બિકીની પહેરેલી બતાવવામાં આવી છે.જેને લઈને ટ્વિટર યુઝર્સ વાંધો ઉઠાવી રહ્યા છે.લોકો શાહરૂખ અને ફિલ્મ નિર્માતાઓ પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ દીપિકાના બિકીનીના રંગ સાથે ‘બેશરમ રંગ’ ગીતને જોડીને ભગવા રંગને બદનામ કરી રહ્યા છે.

પત્રકાર અભય પ્રતાપ સિંહે લખ્યું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં પવિત્ર કેસરી રંગને અભદ્ર દર્શાવવામાં આવી રહ્યો છે અને તેને ‘બેશરમ રંગ’ ગણાવ્યો છે.અભય આગળ લખે છે, એક તરફ શાહરૂખ ખાન માતા વૈષ્ણોદેવી જઈ રહ્યો છે,તો બીજી તરફ તે કેસરને ‘બેશરમ રંગ’ ગણાવતા અશ્લીલ દ્રશ્યો ફિલ્માવી રહ્યો છે.

https://twitter.com/IAbhay_Pratap/status/1602613970699001856?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1602613970699001856%7Ctwgr%5E6742ec49b04651191b3d31cd5f4cb012b128d54f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FIAbhay_Pratap2Fstatus2F1602613970699001856widget%3DTweet

બીજેપી નેતા અરુણ યાદવે પણ ટ્વિટર પર ગીતની તસવીર શેર કરીને શાહરૂખ ખાનની નિંદા કરી હતી અને હેશટેગ ‘બોયકોટ પઠાન’ને સમર્થન આપ્યું હતું.

पठान फ़िल्म में हक्ले ने हीरोइन को भगवा रंग की पोशाक पहनाई और गाने का नाम बेशरम रंग रख दिया#BoycottPathaan pic.twitter.com/mSlzcTWJ3u

— Arun Yadav (@BeingArun28) December 13, 2022

આવી જ રીતે, ઘણા યુઝર્સ ફિલ્મના નામ,દીપિકાના ડ્રેસ અને ગીતના શબ્દો ઉમેરીને ભગવાને બદનામ કરવાનો આરોપ લગાવીને ફિલ્મના બહિષ્કારની માંગ કરી હતી.અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મમાં શાહરૂખ ખાન મુસ્લિમ પઠાણનો રોલ કરી રહ્યો છે,જે લીલા શર્ટમાં કેસરી પોશાક પહેરેલી હિંદુ છોકરી (દીપિકાએ ભજવેલી)ની છેડતી કરી રહ્યો છે.તેને ‘લવ જેહાદ’ અને ગઝવા-એ-હિંદ ગણાવતા તેણે કહ્યું કે આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ.

फ़िल्म का नाम – पठान
हीरोइन के पोशाक का रंग – भगवा
और गाना है – बेशर्म रंग#BoycottPathanMovie #BoycottBollywood pic.twitter.com/FXwvbk9408

— Arpita Shaiva (@arpispeaks) December 13, 2022

એક યુઝરે લખ્યું, બોલીવુડે આ અશ્લીલતા પ્રદર્શિત કરવા માટે કેસરી રંગને પસંદ કર્યો

Shahrukh Khan acting as Muslim Pathaan, wearing Green Shirt is molesting Saffron clad Hindu girl played by Deepika. Its Love Jihad and Gazwa-E-Hind. So #BoycottPathan #BoycottbollywoodCompletely pic.twitter.com/LaMPLMTij9

— Hindu Watchdog (@HinduWatchDog) December 12, 2022

આ પહેલા પણ શાહરૂખ ખાન તેની ફિલ્મ ડોન-2માં કેસરી રંગના કપડામાં કેદમાં ગુનેગાર તરીકે જોવા મળ્યો હતો.આખી દુનિયામાં કેદીઓને પહેરવા માટે અલગ-અલગ રંગોના કપડા આપવામાં આવે છે,પરંતુ શાહરૂખ અને તેની ટીમે કેદીઓને કેસરી રંગના કપડા બતાવવાનું વધુ યોગ્ય માન્યું.આવા ગતકડાં અપનાવ્યા બાદ શાહરુખ મક્કાથી વૈશ્ણવ દેવી મંદીર ફિલ્મ હીટ કરવાના હેતુસર ભટકી રહ્યો છે.ફિલ્મના ગીતોમાં જે રીતે અશ્લીલતા દર્શાવવામાં આવી છે તેનાથી લોકો પણ નારાજ છે.દીપિકા પાદુકોણના ‘મોનોકિની અવતાર’ પર ફોકસ થયા બાદ અંદાજ લગાવી શકાય છે કે શું શાહરૂખ ખાન હવે દીપિકા પાદુકોણના ‘સેક્સી ગીતો’માં ભગવાનું અપમાન બતાવીને પોતાની ફિલ્મ ‘પઠાણ’ને હિટ કરાવવા માંગે છે કે કેમ.આ ગીત ગીતકાર કુમાર દ્વારા લખવામાં આવ્યું છે જ્યારે સંગીત નિર્દેશકની જોડી વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે.જ્યારે શિલ્પા રાવ અને કેરાલિસા મોન્ટેરિયોએ તેને અવાજ આપ્યો છે.તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે.

અખાડા પરિષદે મુખ્યમંત્રી યોગીને પૂછ્યા સવાલ – દારૂની દુકાન ખુલી શકે તો મંદિરના કપાટ કેમ નહિ ?
31 માર્ચ સુધી દેશમાં તમામ પેસેન્જર ટ્રેનો પર પ્રતિબંધ
યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીનીઓનો વીડિયો વાયરલ, ભારત સરકારનું વિમાન રવાના
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે વધુ એક અરજી દાખલ, 25 ઓક્ટોબરે સુનાવણી
કોણ છે જૉન વિક? જેણે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ કર્યુ હેક
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતની નવી સરકારના 4 મંત્રી ગુનાકિય પૃષ્ઠભૂમિવાળા, 17માંથી 16 મિનિસ્ટર્સ કરોડપતિ : ADR
Next Article નોરા ફતેહીના માનહાનિ કેસ પર જેકલીન ફર્નાન્ડીઝના વકીલની પ્રતિક્રિયા, ‘અમે કાયદાકીય રીતે જવાબ આપીશું’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up