માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કોમબા પોલીસની ટીમે વિદેશી દારૂના ગુનામાં વોંટેડ આરોપીને કુંવરદા ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો.આ આરોપી ભરુચ શહેરના પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના બે ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ કોસંબા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે માંગરોળ તાલુકાનાં કુંવરદા ઓવરબ્રિજ પાસે પિરામલ ગ્લાસ ફેક્ટરી પાસે આવેલ સર્કલ પાસેથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.અને તેની પૂછપરછ અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પકડાયેલ શખ્સ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોરભાઈ વસાવા (રહે, મંદિર ફળિયું, કઠવાડા, તા-માંગરોળ) કે જે ભરુચ શહેર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના બે ગુનામાં વોંટેડ હતો અને જે છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.