અમદાવાદ/દહેજ, 03 જૂન : ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ ફેકટરીમાં આજે બ્લાસ્ટ થતા ફેકટરીમાં અચાનક આગ લાગી ગઈ હતી,અને ત્યાં કામ કરતા કર્મચારીઓમાંથી 15 જેટલા કર્મચારીઓ સખત રીતે દાઝી ગયા હતા,જેવો બ્લાસ્ટ થયો ને વિકરાળ આગે આકાર લીધો કે ફેકટરીના કર્મચારીઓ બહારની તરફ ભાગ્યા હતા,જેમાં 15 કર્મચારી દાઝી જવાથી બહાર તો નીકળ્યા પરંતુ એમ્બ્યુલન્સ ટાઈમસર ના આવતા તે કર્મચારીઓ દર્દથી બુમાબુમ કરી રહ્યા હતા,પરંતુ એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા ફેકટરીમાં રાખવામાં આવી નહોતી, જો કે મેનેજમેન્ટ દ્વારા થોડા સમય પછી ભરૂચની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં કર્મચારીઓને દાખલ કરાવીને સારવાર આપવાનું શરુ કરાવ્યું હતું,કેમિકલ ફેકટરીમાં આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉપર સુધી જતા હતા,જેને લોકો દુર થી પણ નિહાળી શકતા હતા,જેવી આગની જાણકારી મળી કે તરત દહેજ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ફેક્ટરી ઉપર પહોચીને આગને કાબુમાં લેવા નો પ્રયાસ કરવા લાગી હતી,સેફટી અને હેલ્થ વિભાગ દ્વારા તે ફેક્ટરીની આજુબાજુનો સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તે આગ કયા કારણોથી લાગી તેની તપાસ કરવાનું શરુ કર્યું છે.દહેજમાં આવેલી યશસ્વી કેમિકલ ફેકટરીમાં દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા આમથી તેમ ભાગતા નજરે પડતા હતા.
ONGC અંકલેશ્વર પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે.મધ્ય ગુજરાતના દહેજ ઔદ્યોગિક ક્ષેત્રમાં યશસ્વી રસાયણ પ્રાઈવેટ કંપની મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો છે.ત્યારે બ્લાસ્ટમાં ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.જ્યારે આગ વધુ ફેલાતા કર્મચારીઓ બહાર આવી ગયા છે.આ બ્લાસ્ટમાં અનેક કામદારો દાઝી ગયા હતા.15 થી વધુ કામદારો આગમાં દાઝી જતા પીડાતા હતા.આ માટે એમ્બ્યુલન્સની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હજી ચાલુ છે.ત્યારે આગે એટલું વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે જેને કાબુમાં આવતા વધુ સમય લાગે તેવું અનુમાન છે.ત્યારે બાદમાં આગમાં દાઝ્યા કર્મચારીઓને ભરૂચ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.