– ઝઘડિયા બેઠક છોટુ વસાવાએ 35 વર્ષ બાદ, જંબુસર બેઠક કોંગ્રેસે એક ટર્મ બાદ ગુમાવી
– મોદી મેજીક સાથે નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે ભરૂચમાં જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
– જંબુસર બેઠક કોંગ્રેસ અને 7 ટર્મથી અજય આદિવાસી ઝઘડિયા બેઠક છોટુ વસાવાએ ગુમાવી
ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ આઝાદી બાદ પ્રથમ વખત પાંચેય વિધાનસભા બેઠકો જીતી ઇતિહાસ સર્જી દીધો છે.નવો કીર્તિમાન સ્થાપિત કરવા સાથે પાંચેય વિજેતા ઉમેદવાર અને ભાજપ વિજય સરઘસ કાઢી આ આઝાદીના અમૃતમહોત્સવ રૂપી અભૂતપૂર્વ વિજયની ઉજવણીમાં જોતરાઈ ગયું છે.ભરૂચ જિલ્લા વિધાનસભાની 5 બેઠક ઉપર આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે.આજે સવારથી 8 વાગ્યાથી શરૂ થયેલી રાઉન્ડવાર મતગણતરીમાં ભાજપના પાંચેય બેઠકના ઉમેદવારો પહેલેથી જ આગળ રહ્યાં હતાં.આ ચૂંટણીમાં વાગરા જંબુસર અને ઝઘડિયા બેઠક સાથે અંકલેશ્વર બેઠકે વધુ ઉત્સુકતા જગાવી હતી.વાગરામાં પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો જંગ હતો. તો અંકલેશ્વરમાં ભાઈ સામે ભાઈ, જંબુસરમાં સંત સામે પૂર્વ ધારાસભ્ય અને ઝઘડિયા બેઠક ઉપર અત્યાર સુધી અજય રહેલા છોટુ વસાવાને હરાવી ઇતિહાસ સર્જવાની ભાજપની નેમ રહી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,જે.પી. નડા સહિતે જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધી હતી.મોદી મેજીક સાથે ભરૂચ જિલ્લા સંગઠન અને પાંચેય ઉમેદવારોએ પહેલાથી જ પોતાની જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પણ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો જીતી આ વખતે ઇતિહાસ સર્જવાની નેમ નરેન્દ્ર મોદીની સભામાં જાહેર મંચ પરથી જ વ્યક્ત કરી હતી.આજે પરિણામો બાદ ભરૂચ જિલ્લામાં પાંચેય વિધાનસભામાં ભાજપની ભવ્ય અને ન ભૂતો ન ભવિષ્ય એવી ઐતિહાસિક જીત થતા જ કમળોત્સવ શરૂ થઈ ગયો છે.હોદેદારો,આગેવાનો,કાર્યકરો,સમર્થકો અને મતદારોમાં પણ પાંચેય બેઠકો ઉપર કમળ ખીલતા જીતનું જશન જોવા મળી રહ્યું છે.ભરૂચ બેઠક ઉપર રમેશ મિસ્ત્રી સૌથી વધુ 64094 મતો સાથે ભવ્ય વિજયી બન્યા છે.અંકલેશ્વર બેઠક ઉપર પાંચમી ટર્મમાં પણ ઇશ્વરસિંહ પટેલ 40328 મતોથી પોતાના ગઢને અડીખમ અને અભેદ્ય રાખ્યો છે.જંબુસર બેઠક ઉપર ડી.કે.સ્વામીએ 26979 મતોથી જીતી ભગવો લેહરાવવા સાથે સંત સમુદાયને પણ આંનદીત કરી દીધા છે.વર્ચસ્વ અને પ્રતિષ્ઠાના ખરા ખરીના જંગ સમી બનેલી વાગરા બેઠક ઉપર આ વખતે ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણા સામે અનેક કપરા ચઢાણ ઉભા કરાયા હતા.જોકે તેઓએ તમામ પડકારો અને કોઠા વીંઝી જીતની શાનદાર હેટ્રિક લગાવી દીધી છે.અરૂણસિંહ રણા ત્રીજી ટર્મ માટે આ વખતે 13410 મતે વિજયી બન્યાં છે.આદિવાસી બેઠક અંકિત કરવી વર્ષોથી ભાજપ માટે એક સ્વપ્ન સમાન હતું.જે આજે આઝાદી બાદ પેહલી વખત અભૂતપૂર્વ વિજય સાથે સાર્થક થયું છે.ઝઘડિયા બેઠક રીતેશ વસાવાએ 23367 મતોથી જીતી છોટુભાઈ વસાવાના 7 ટર્મના અજય રેકોર્ડને પરાજ્યમાં પરિવર્તિત કરી દીધો છે.કોંગ્રેસે તેની એકમાત્ર જંબુસર બેઠક અને 7 ટર્મથી અજય આદિવાસી ઝઘડિયા બેઠક છોટુ વસાવાએ ગુમાવી દીધી છે.
ભરૂચ બેઠક વિજેતા રમેશ મિસ્ત્રી
108181 રમેશ મિસ્ત્રી (ભાજપ)
44087 જયકાંત પટેલ (કોંગ્રેસ)
14309 મનહર પરમાર ( આપ )


